Rahul Gandhi: રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા, નિયમ ભંગ બદલ દિલ્હી પોલીસે અનેક કોંગ્રેસ નેતાની કરી ધરપકડ

|

Jul 26, 2021 | 12:46 PM

ચોમાસુ સત્રમાં આજે રાહુલ ગાંધી ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા અને તેઓએ ત્રણેય કુષિ કાયદાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે નિયમોના ઉલ્લંઘન બદલ દિલ્હી પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Rahul Gandhi: રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા, નિયમ ભંગ બદલ દિલ્હી પોલીસે અનેક કોંગ્રેસ નેતાની કરી ધરપકડ
Rahul gandhi drives a tractor to reach parliament

Follow us on

Parliament Monsoon Session:  આજે  ચોમાસું સત્રના બીજા અઠવાડિયાના પહેલા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ અને ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર (Tractor)ચલાવીને સંસદ પહોંચ્યા હતા. જોકે, સંસદના પ્રવેશ દ્વાર પર જ તેમને સુરક્ષા કર્મીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સંસદમાં (Parliament) ખેડૂતો માટે સંદેશ લાવ્યા છે. રાહુલે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના અવાજને દબાવતી હોય છે અને સંસદમાં આ બાબતે ચર્ચા પણ થવા દેતા નથી.

દિલ્હી પોલીસે રણદીપસિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના અનેક નેતાઓની કરી અટકાયત

બીજી તરફ, દિલ્હી પોલીસે કોંગ્રેસ મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલા(Randeep Singh Surjewala) યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બિવી અને કેટલાક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની CRPC કલમ 144 નું ઉલ્લંઘન કરીને ટ્રેક્ટર કૂચ કરવા બદલ તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટીના મીડિયા વિભાગના સહ પ્રભારી પ્રણવ ઝાએ (Pranav Jha)પણ દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

કેન્દ્ર સરકારને સમજાતું નથી કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો: રાહુલ ગાંધી

આ સાથે જ રાહુલે કહ્યું કે સરકારે આ ત્રણ કુષિ કાયદાઓ  મોટા ઉદ્યોગપતિઓની તરફેણમાં છે જેથી તેને રદ કરવા પડશે અને વધુમાં જણાવ્યુ હતું કે, આખો દેશ જાણે છે કે આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારને સમજાતું નથી કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને કહ્યું હતું કે, આજે ચીનની એન્ટિક્સને અવગણવી એ ભારત માટે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઉભી કરશે.

આ પણ વાંચો: Parliament Monsoon Session: રાજ્યસભામાં ભારે હંગામા બાદ 12 વાગ્યા સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી

આ પણ વાંચો: KARNATAKA CM BS. Yediyurappa resigns : કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી

Next Article