Pegasus: પેગાસસ મુદે પી ચિદમ્બરમે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું ” માત્ર PM મોદી જ જવાબ આપી શકે છે, પરંતુ તેઓ ચૂપ કેમ છે?

|

Aug 10, 2021 | 2:37 PM

ઇઝરાયેલના NSO ગ્રુપે જાસૂસી સોફ્ટવેર પેગાસસ વિકસાવ્યું છે, જેને લઈને તાજેતરમાં વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે NSO સાથે તેણે કોઈ વ્યવહાર કર્યો નથી.

Pegasus: પેગાસસ મુદે પી ચિદમ્બરમે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું  માત્ર PM મોદી જ જવાબ આપી શકે છે, પરંતુ તેઓ ચૂપ કેમ છે?
P Chidambaram (File Photo)

Follow us on

Pegasus:  સંરક્ષણ મંત્રાલયના ઇઝરાયલી કંપની(Israel Company)  NSO સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવાના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબ આપી શકે છે પરંતુ તેઓ ચૂપ કેમ છે ?

ઉલ્લેખનીય છે કે,ઇઝરાયેલના NSO ગ્રુપે જાસૂસી સોફ્ટવેર પેગાસસ(Pegasus Software)  વિકસાવ્યું છે, જે તાજેતરના સમયમાં વિવાદમાં રહ્યું છે. સોમવારે આ મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તેઓએ NSO સાથે કોઈ વ્યવહાર કર્યો નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પી ચિદમ્બરમે (P Chidambaram)ટ્વિટ કરીને લખ્યું કે “સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defense) ઇઝરાયલના NSO ગ્રુપ સાથેના કોઈપણ વ્યવહારથી પોતાને ‘મુક્ત’ કર્યું છે. જો સંરક્ષણ મંત્રાલય સાચું છે, તો ચાલો એક મંત્રાલયને દૂર કરી નાખીએ.” ઉપરાંત જણાવ્યું કે, તમામ મંત્રાલયો વતી માત્ર પીએમ જ જવાબ આપી શકે છે તો તેઓ ચૂપ કેમ છે?

આ પહેલા કોંગ્રેસે  વીડિયો જાહેર કર્યો હતો

આ પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીને(PM Narendra Modi) વાત સાંભળવાની અપીલ કરવામાં આવી હતી. રવિવારે રિલીઝ થયેલા 3 મિનિટના આ વીડિયોનું ટાઈટલ હતું ‘મિસ્ટર મોદી, અમને સાંભળો.’

આપને જણાવી દઈએ કે,રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge)  આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું હતુ કે, “એવું લાગે છે કે PM નરેન્દ્ર મોદી ડરી ગયા છે. ઉપરાંત કહ્યું કે, સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા માટે તે કેમ વલણ ધરાવતા નથી? વિરોધ પક્ષ સંસદમાં ચર્ચા માટે તૈયાર છે પરંતુ ભાજપ સરકાર સત્ય લોકો સુધી ન પહોંચે તે માટે કાર્યવાહી અટકાવી રહી છે.

રાજ્યસભા ટીવીની ક્લિપમાંથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલા નિવેદનો છે. તેની શરૂઆત કુષિ કાયદા(Agriculture Law) અને પેગાસસ (Pegasus) જેવા શબ્દોથી કરવામાં આવી છે. આ વિડીયોમાં મલ્લિકાર્જુન ખડગે કહેતા જોવા મળે છે કે, ‘અમે છેલ્લા 14 દિવસથી ચર્ચાની માંગણી કરી રહ્યા હતા તેને સરકાર મંજૂરી આપી રહ્યા નથી. જો તમારી પાસે હિંમત છે, તો હવે પેગાસસની ચર્ચા શરૂ કરો.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો

આ પણ વાંચો: Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

Next Article