Tamilnadu માં મતદાનના સમયમાં એક કલાકનો વધારો, જાણો પાંચ રાજ્યોમાં કયારે થશે ચૂંટણીની જાહેરાત

|

Feb 11, 2021 | 7:26 PM

ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું કે Tamilnadu વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Tamilnadu માં મતદાનના સમયમાં એક કલાકનો વધારો, જાણો પાંચ રાજ્યોમાં કયારે થશે ચૂંટણીની જાહેરાત

Follow us on

Tamilnadu  વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2021 ના ​​રોજ સમાપ્ત થાય છે. જેમાં 234 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તમિલનાડુમાં 188 બેઠકો સામાન્ય માટે એસસી માટે 44 અને એસટી માટે 02 બેઠકો અનામત છે. ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું કે Tamilnadu વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના પગલે લીધેલા નિર્ણયની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે  જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે આ અંગે વધુ વિગતો સામેલ કરવામાં આવશે.ચૂંટણી પંચે આ વખતે કોરોનાને કારણે નવા મતદારો અને મહિલાઓની ભાગીદારી વધારવા વિશેષ ધ્યાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચનો દક્ષિણ ભારતનો પ્રવાસ 15 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ત્યારબાદ ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના મતદાન કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના વિગતવાર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં કરી શકાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીની ચૂંટણી એક તબક્કામાં થઈ શકે છે.જ્યારે પશ્ચિમ બંગાળમાં છથી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે જ્યારે અસમમાં બેથી ત્રણ તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.

આ બધા રાજ્યોમાં એક જ દિવસે મતોની ગણતરી કરવામાં આવશે.ચુંટણી પંચનું આયોજન છે કે સીબીએસઇ બોર્ડની દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરૂ થાય તે પૂર્વે 1 મે પહેલા તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ કરી લેવામાં આવે.

Next Article