OBC Bill: ઓબીસી અનામત અંગે રાજ્ય લઈ શકશે નિર્ણય, જાણો કેન્દ્ર સરકારના ઓબીસી બિલમાં શું છે ખાસ ?

|

Aug 09, 2021 | 8:18 PM

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં રાજ્યોને ઓબીસી જ્ઞાતીની યાદી તૈયાર કરવાની પરવાનગી આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થતાની સાથે જ હવે રાજ્યોને ઓબીસી જ્ઞાતિની યાદી તૈયાર કરવાનો અધિકાર રહેશે.

OBC Bill: ઓબીસી અનામત અંગે રાજ્ય લઈ શકશે નિર્ણય, જાણો કેન્દ્ર સરકારના ઓબીસી બિલમાં શું છે ખાસ ?
parliament ( file photo )

Follow us on

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં અન્ય પછાત વર્ગો (OBC) થી સંબંધિત મહત્વનું બિલ રજૂ કર્યું. સરકારે બંધારણમાં 127મો સુધારા સુચવતુ બિલ રજૂ કર્યું છે. આ બિલમાં રાજ્ય સરકારોને ઓબીસીની યાદી તૈયાર કરવા માટે, રાજ્યોને વધુ અધિકારો સાથે સશક્ત બનાવવાની જોગવાઈ છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે આ બિલને મંજૂરી આપી હતી. ત્યારે આ બિલ શું છે ખાસ જોગવાઈ અને કેમ તેને લાવવાની જરૂર કેમ હતી અને ભવિષ્યમાં તેની શું અસર થશે તે અંગે જાણીએ આ અહેવાલથી.

બિલમાં શું જોગવાઈ છે?
કેન્દ્ર સરકાર જે સુધારા બિલ લાવ્યું છે, તેમાં એવી જોગવાઈ છે કે હવે રાજ્ય સરકારો OBC ની યાદી તૈયાર કરી શકશે. એટલે કે હવે રાજ્યોને ઓબીસીમાં કોઈપણ જ્ઞાતિનો સમાવેશ કરવા માટે કેન્દ્ર પર આધાર રાખવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે હવે રાજ્ય સરકારો તેમના ઓબીસી સમુદાયમાં કોઈપણ જાતિનો સમાવેશ કરી શકશે. તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી નહી લેવી પડે.

સુધારાની જરૂર કેમ પડી ?
હકીકતમાં, આ વર્ષે 5 મેના રોજ, મરાઠા અનામત અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીમાં કોઈપણ જાતિને સમાવવાનો અધિકાર કેન્દ્ર પાસે છે, રાજ્યો પાસે નહીં. આને ટાંકીને કેન્દ્રએ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અપાયેલું અનામત રદ કર્યું છે. જો કે સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી વિરોધ ઉઠાવ્યો હતો અને આ બાબત પર પુનર્વિચારણાની અપીલ કરી હતી, પરંતુ તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિપક્ષનું કેવુ છે વલણ ?
આ બિલ રજૂ કરતા પહેલા કોંગ્રેસ સહિત 15 મોટા વિપક્ષી દળોએ તેની ચર્ચા કરી હતી. આજે યોજાયેલી વિપક્ષોની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે વિપક્ષ અન્ય પછાત વર્ગ (OBC) સંબંધિત સુધારા વિધેયકને ટેકો આપશે. જો કે વિપક્ષી પક્ષોનું કહેવું છે કે તેઓએ આ બાબતે સરકારને પહેલેથી જ ચેતવણી આપી હતી, પરંતુ સરકારે તેમનું સાંભળ્યું નહીં, હવે ઓબીસી સમુદાયના આંદોલનને કારણે સરકારને આ સુધારા બિલ લાવવાની ફરજ પડી છે.

શું અસર થશે?
સંસદ દ્વારા આ બિલ પસાર થયા બાદ રાજ્યોને તેમના રાજ્યોની પછાતવર્ગની જાતિઓને યાદીમાં સમાવેશ કરવાનો અધિકાર હશે. ઘણા રાજ્યોમાં અલગ અલગ જાતિઓ ઓબીસી અનામત માટે આંદોલન કરી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાય પોતાને ઓબીસી કેટેગરીમાં સમાવીને અનામતની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે રાજ્યોને અલગ અલગ જાતિઓને ઓબીસીમાં સમાવવાનો અધિકાર રહેશે. એટલે કે, કેન્દ્રએ હવે OBC અનામતને લઈને રાજ્યોની કોર્ટમાં બોલ નાખ્યો છે.

આ પણ વાંચોઃ INDvsENG: ઇંગ્લેન્ડ સામે જીતની બાજી વરસાદે બગાડતા ચાહકોએ ઠાલવ્યો રોષ, કહ્યુ અમદાવાદની ટેસ્ટ સારી

આ પણ વાંચોઃ ભાજપે સાંસદો માટે જાહેર કર્યો થ્રી લાઈન વ્હિપ, આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાઈ શકે છે OBC અનામત બિલ

Published On - 8:18 pm, Mon, 9 August 21

Next Article