નિર્મલા સીતારમણ બન્યા દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન

|

May 31, 2019 | 8:43 AM

નરેન્દ્ર મોદીની નવી સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સિતારામણને ફરીથી શામેલ કરવામાં આવ્યા છે. તેમને નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળવાનું સોંપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી રહેશે જ્યારે અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક યોજાવા જઈ રહીં છે. નાણા મંત્રી બનવાના દાવેદાર પિયુષ ગોયલને રેલવે મંત્રાલય […]

નિર્મલા સીતારમણ બન્યા દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન

Follow us on

નરેન્દ્ર મોદીની નવી સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સિતારામણને ફરીથી શામેલ કરવામાં આવ્યા છે. તેમને નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળવાનું સોંપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી રહેશે જ્યારે અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક યોજાવા જઈ રહીં છે. નાણા મંત્રી બનવાના દાવેદાર પિયુષ ગોયલને રેલવે મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ પહેલાના કાર્યકાળ દરમિયાન નિર્મલા સંરક્ષણ પ્રધાન હતા.

આ પણ વાંચો: જાણો મોદી સરકારમાં કોને મળ્યું કયુ ખાતું ? અમિત શાહ, પરસોત્તમ રૂપાલ તેમજ મનસુખ માંડવિયાને મળ્યું આ ખાતુ

ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે

નિર્મલા સિતારમણ એ એવી સ્ત્રીઓ પૈકીની એક છે જેમણે ખૂબ ટૂંકા સમયમાં રાજકારણમાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંરક્ષણ પ્રધાન તરીકે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 2019 ની લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષે રાફેલ વિમાનના સોદાને ખુબ ઉછાળ્યો હતો.

TV9 Gujarati

 

ઘણી વખત સદનમાં તો ઘણીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને સંરક્ષણ પ્રધાનને ઘેરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મજબૂત ઈરાદા ધરાવતા નિર્મલા સિતારમણે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી દળોનો સામનો યોગ્ય કર્યો હતો. દરેક વખતે તેમણે સરકારની તરફેણમાં વિરોધ પક્ષને સારી રીતે પ્રતિક્રિયા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article