ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી, આગામી સપ્તાહે સંભાળશે હોદ્દો

|

Aug 01, 2021 | 4:18 PM

રત્નાકર સાથે  ભીખુ દલસાણિયા(Bhikhubhai Dalsaniya) પણ દિલ્લીમાં હાજર રહેશે. દિલ્લીમાં મુલાકાતોનો દોર પુરો થયા બાદ રત્નાકર ગુજરાતમાં મહામંત્રીનો ચાર્જ સંભાળશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સંગઠનમાં ( Gujarat BJP )મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.ત્યારે મળતા અહેવાલ મુજબ રત્નાકર (Ratnakar) આવતા સપ્તાહે ગુજરાત આવશે અને ગુજરાત આવતા પહેલા તેઓ દિલ્લી દરબારમાં હાજરી આપશે.ઉપરાંત પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે પણ મુલાકાત કરશે.

 

 

આપને જણાવવું રહ્યું કે,રત્નાકર સાથે  ભીખુ દલસાણિયા(Bhikhubhai Dalsaniya) પણ દિલ્લીમાં હાજર રહેશે. દિલ્લીમાં મુલાકાતોનો દોર પુરો થયા બાદ રત્નાકર ગુજરાતમાં મહામંત્રીનો ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat સરકારની 5 વર્ષની ઉજવણી પર લાગ્યું પરિવર્તનનું ગ્રહણ ?

આ પણ વાંચો: ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત લંબાવાઇ, વેપારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો

Next Video