Delhi: વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે, દિલ્લીમાં શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની મુલાકાતથી અટકળો તેજ

|

Aug 03, 2021 | 4:22 PM

શરદ પવાર અને અમિત શાહની (Amit Shah) આ બેઠક તે દિવસે થઈ રહી છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સવારે જ વિપક્ષી પાર્ટીને સંબોધિત કરી હતી.

Delhi: વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે દિલ્લીમાં શરદ પવારે (Sharad Pawar)અમિત શાહ સાથે મુલાકાત કરી છે.ચોમાસુ સત્ર દરમિયાન તેમની આ મહત્વની મુલાકાત થઈ છે.આ બેઠકમાં મહારાષ્ટ્રમાં પૂર અને કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે પણ બંને નેતા વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે.

આ અગાઉ શરદ પવારે PM નરેન્દ્રમોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી અને લગભગ એક કલાક જેટલી આ બેઠક ચાલી હતી.ત્યારે આજે ચોમાસુ સત્ર દરમિયાન અમિતશાહ સાથેની બેઠક પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

 

 

વિપક્ષી એકતા માટે સતત પ્રયાસો

શરદ પવાર અને અમિત શાહની (Amit Shah) આ બેઠક તે દિવસે થઈ રહી છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સવારે જ વિપક્ષી પાર્ટીને સંબોધિત કરી હતી.રાહુલ ગાંધી પેગાસસ જાસૂસી (Pegasus Spyware) મામલે વિપક્ષને એક કરવા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષની બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષી પાર્ટીઓ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢી હતી.

 

આ પણ વાંચો: PM MODIએ અન્નોત્સવનો પ્રારંભ કરાવ્યો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Next Video