જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?

|

Jul 03, 2020 | 10:25 AM

ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં સર્જાયેલા સીમા વિવાદની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખ સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોની મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી નાખ્યા. સરહદ ઉપર સૈન્ય જવાનોની મુલાકાત લઈને દગાખોર ચીનને સીધો જ સંકેત આપી દીધો છે કે ભારત ચીન સામે સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે, અને સૌ ભારતીયો સૈન્ય જવાનોની સાથે જ છે. […]

જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?

Follow us on

ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં સર્જાયેલા સીમા વિવાદની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખ સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોની મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી નાખ્યા. સરહદ ઉપર સૈન્ય જવાનોની મુલાકાત લઈને દગાખોર ચીનને સીધો જ સંકેત આપી દીધો છે કે ભારત ચીન સામે સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે, અને સૌ ભારતીયો સૈન્ય જવાનોની સાથે જ છે. નરેન્દ્ર મોદીએ જેવી રીતે આજે અચાનક સરહદની મુલાકાત લઈને સૌને ચોકાવી દીધા તેવી જ રીતે ભૂતકાળમાં પણ અચાનક મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી દીધા હતા. જોઈએ નરેન્દ્ર મોદીએ ક્યારે ? કઈ જગ્યાએ ? અચાનક મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવ્યા હતા ?

03-07-2020
ચીન સરહદે ચાલતા સીમા વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ લદાખની મુલાકાત લીધી. નીમુ પણ ગયા અને ત્યા ભૂમિદળ, વાયુસેના, આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી. ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવ, સૈન્ય વડા પણ વડાપ્રધાનની સાથે રહ્યા હતા. વડાપ્રધાને ભારત માતા કી જય અને વંદેમાંતરમના નારા લગાવીને સૈનિકોનું મનોબળ ઉચુ લાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

19-02-2020
દિલ્લીના રજપથમાં ચાલતા હુન્નર મેળામાં પહોચ્યા અને ત્યા પ્રદશનમાં લગાવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિહારના જાણીતા વ્યંજન લીટ્ટી ચોખાનો આસ્વાદ માણ્યો અને માટીની કુલડીમાં ગરમા ગરમ ચ્હાની ચુસકી લઈને સૌ કોઈને અંચબામાં નાખી દિધા.

27-10-2019
જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 દુર કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મિરના રાજોરીમાં લાઈન ઓફ કંટ્રોલ ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. અને જવાનોને મીઠાઈ ખવડાવીને મ્હો મીઠુ કરાવ્યું.

7-11-2018
2018ના વર્ષની દિવાળી નરેન્દ્ર મોદીએ ઉતરાખંડના હર્ષિલ ખાતે ઈન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) સાથે મનાવી હતી. ત્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ગયા હતા. જ્યા કેદારનાથની પુજા અર્ચના કરી હતી. અને નવ નિર્માણના કામકાજની સમિક્ષા કરી હતી.

18-10-2017
જમ્મુ કાશ્મિરના ગુરેજ સેકટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સૈનિકો સાથે મનાવી છે. સૈન્ય જવાનોને ઘરથી દુર સરહદ ઉપર માભોમ કાજે દિવાળી ઉજવવા અંગે સૈન્ય જવાનોને શુભેચ્છાઓ આપી હતી.

30-10-2016
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત ચીન સરહદે સુમડો અને છાંગો સૈન્ય છાવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીપર્વની ઉજવણી કરી હતી. ઈન્ડો ટીબેટ બોર્ડર પોલીસ અને ડોગરા સ્કાઉટના જવાનોને મળ્યા હતા. જવાનોને સંબોધતા મોદીએ કહ્યું કે, 2001 પછી દર દિવાળી સૈન્ય જવાનોની વચ્ચે જ ઉજવે છે. મોદીએ ટવીટ કરીને પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત નહોતો.

11-11-2015
અમૃતસરમાં ડોગરાઈ વોર મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા. 1965ના ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં શહિદ થયેલ જવાનો શ્રધ્ધાજંલિ અર્પી હતી. પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદની સમાધી પર ફુલ અર્પણ કર્યા હતા. અને સૈન્ય જવાનોને સંબોધતા કહ્યું તે તમારા પરાક્રમ, સમર્પણને લીધે આજે દુનિયાભરમાં ભારતને સન્નમાનની દ્રષ્ટિએ જોવે છે. આ માત્ર સશસ્ત્રદળના કારણે છે.


25-10-2015
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફધાનિસ્તાનની મુલાકાતેથી પરત ફરતા સમયે અચાનક પાકિસ્તાનના લાહોરમાં પહોચ્યા. લાહોરથી 40 કિલોમીટર દૂર જટ્ટી ઉમરા સ્થિત પાકિસ્તાનના તે સમયના વડાપ્રધાન નવાઝ શરીફના કૌટુંબીક ઘરે પહોચ્યા હતા. અને ત્યાં પારીવારીક લગ્નપ્રસંગે હાજરી આપીને 90 મિનીટ સુધી રોકાયા હતા.

23-10-2014
કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિવાળીમાં સિયાચીન પહોચ્યા હતા. સમુદ્ર સપાટીથી 19 હજાર ફુટની ઉંચાઈએ બર્ફિલા વાતાવરણ વચ્ચે ભારતીય સરહદની રક્ષા કરતા જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. પરત ફરતા કાશ્મિરના પૂરગ્રસ્ત નાગિરકોને પણ મળીને સ્થિતિ થાળે પડી જશેની સાત્વના પાઠવી હતી.

Next Article