વારાણસીના સામાન્ય રિક્ષાચાલક સાથે PM મોદીએ કરી મુલાકાત, દિકરીના લગ્ન સમયે PMને આપ્યું હતું આમંત્રણ

|

Feb 18, 2020 | 7:44 AM

વારાણસીમાંથી સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રના એક સામાન્ય રિક્ષા ચાલક મુલાકાત કરી હતી. 16 ફેબ્રુઆરીની આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ રિક્ષા ચાલકનું નામ મંગલ કેવટ છે. મંગલ કેવટે અગાઉ પોતાની દિકરીના લગ્નનું આમંત્રણ હતું. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 ફેબ્રુઆરીના દિવસે મંગલ કેવટને પત્ર […]

વારાણસીના સામાન્ય રિક્ષાચાલક સાથે PM મોદીએ કરી મુલાકાત, દિકરીના લગ્ન સમયે PMને આપ્યું હતું આમંત્રણ

Follow us on

વારાણસીમાંથી સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રના એક સામાન્ય રિક્ષા ચાલક મુલાકાત કરી હતી. 16 ફેબ્રુઆરીની આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ રિક્ષા ચાલકનું નામ મંગલ કેવટ છે. મંગલ કેવટે અગાઉ પોતાની દિકરીના લગ્નનું આમંત્રણ હતું. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 ફેબ્રુઆરીના દિવસે મંગલ કેવટને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તેમની દિકરીને લગ્નના આશીર્વાદ પણ પાઠવ્યા હતા. જો કે, આ પછી PM મોદી 16 ફેબ્રુઆરીએ વારાણસીની એક દિવસની મુલાકાત માટે ગયા હતાં. તે દરમિયાન પણ મંગલ કેવટ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓનો પણ ઝગમગાટ જોવા મળશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

16 ફેબ્રુઆરીની મુલાકાત દરમિયાન PM મોદીએ મંગલ કેવટના સ્વાસ્થય વિશે પણ જાણકારી મેળવી હતી. અને કુંટુંબીજનોના હાલ ચાલ પણ પૂછ્યા હતા. તો સાથે ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં મંગલ કેવટના યોગદાનની પ્રશંસા કરી હતી. મંગલ કેવટ વડાપ્રધાનની સફાઈ અપીલથી પ્રભાવિત થઈને જાતે જ ગંગા કિનારે સફાઈ કરી રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારે છે.

ડિજિટલ હસ્તાક્ષર ગ્રિટીંગ કાર્ડ

ડિજિટલ હસ્તાક્ષર ગ્રિટીંગ કાર્ડમાં PM મોદીના લગ્નના આમંત્રણ અંગે ખુશી વ્યક્ત કરી અને નવદંપતીઓને ભવિષ્ય માટે અભિનંદન આપ્યા.

મંગલ કેવટ PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના આદર્શ ગામ ડોમરીના રહેવાસી છે. PM મોદીને આમંત્રણ પત્ર મોકલ્યા પછી મંગલ કેવટ અને તેમની પત્નીએ PM મોદીને મળવાની ઇચ્છા જણાવી હતી.

Next Article