મહારાષ્ટ્ર સરકાર હવે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા ટ્રૅક્ટરના સ્થાને, પાણીથી ચાલતા ટ્રૅક્ટરની યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજના લાગુ કરવા માચટે રાજ્ય સરકારનો પર્યાવરણ વિભાગ કામ કરી રહ્યો છે. આ યોજનાને લઈને પર્યાવરણ વિભાગે સ્પેનની જિમપેક્સ બાયો-ટેક્નોલૉજી નામની સંસ્થા સાથે કરાર પણ કર્યો છે.
આ કરાર અંગે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે કહ્યું કે આ પહેલથી ખેડૂતોને રાહત મળશે. સાથે જ દુનિયા માટે મહારાષ્ટ્ર રાજ્ય એક દૃષ્ટાંત બનશે. પાણીથી ચાલતા ટ્રૅક્ટરનો ડેમો આગામી થોડાક જ દિવસોમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકેરની હાજરીમાં મુંબઈ આયોજિત થશે. રામદાસ કદમે જણાવ્યું કા રાજ્ય સરકાર તરફથી પ્રથમ પહેલમાં 50 ટ્રૅક્ટરના ઑર્ડર પણ અપાઈ ચુક્યા છે. આ તમામ ટ્રૅક્ટરો રાજ્યમાં આપઘાત કરનાર ખેડૂતોના પરિજનોને આપવામાં આવશે.
પર્યાવરણ વિભાગની આ યોજના અંગે પર્યાવરણ પ્રધાન સંતુષ્ટ છે, કારણ કે આ યોજનાના તાર NASAથી જોડાયેલા એક વૈજ્ઞાનિક સાથે જોડાયેલા છે. આ જ વૈજ્ઞાનિકના રિસર્ચ બાદ રાજ્ય સરકાર આ યોજનાથી પ્રભાવિત થઈ.
રામદાસ કદમના જણાવ્યા મુજબ આ પ્રકારની યોજના હાલમાં સ્પેનમાં લાગુ છે. મહારાષ્ટ્રમાં જો આ યોજના સફળ થશે, તો પર્યાવરણમાં વાયુ પ્રદૂષણ પર પણ લગામ લગાવી શકાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 22 જુદી-જુદી નદીઓને સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત બનાવવા માટે સ્પેનની જિમપેક્સ બાયોટેક્નોલૉજી સાથે કરાર થયો છે.
[yop_poll id=1649]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]