MPમાં 3 દિગ્ગજ નેતાઓના પત્નીઓ ઉતરી શકે છે લોકસભા ચૂંટણી મહાસંગ્રામમાં, જાણો શું છે આ ત્રણેય મહિલા નેતાઓની તાકાત ?

મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ના મહાસંગ્રામમાં ભાજપ-કૉંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓના પત્નીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. મળતી માહિતી મુજબ ભાજપ તરફથી પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના પત્ની સાધના સિંહ વિદિશાથી, કૉંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહના પત્ની અમૃતા સિંહ રાજગઢ અથવા ઇંદોરથી અને કૉંગ્રેસના મહામંત્રી તથા પશ્ચિમી યૂપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા ગુનાથી […]

MPમાં 3 દિગ્ગજ નેતાઓના પત્નીઓ ઉતરી શકે છે લોકસભા ચૂંટણી મહાસંગ્રામમાં, જાણો શું છે આ ત્રણેય મહિલા નેતાઓની તાકાત ?
Follow Us:
| Updated on: Feb 12, 2019 | 5:19 AM

મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019ના મહાસંગ્રામમાં ભાજપ-કૉંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓના પત્નીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે.

મળતી માહિતી મુજબ ભાજપ તરફથી પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના પત્ની સાધના સિંહ વિદિશાથી, કૉંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહના પત્ની અમૃતા સિંહ રાજગઢ અથવા ઇંદોરથી અને કૉંગ્રેસના મહામંત્રી તથા પશ્ચિમી યૂપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા ગુનાથી ચૂંટણી લડશે, તેવી ચર્ચાઓ રાજકીય શેરીઓમાં ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સાધના સિંહના ટેકામાં ઝુંબેશ

વિદિશાથી સાંસદ અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આગામી લોકસભા ચૂંટણી 2019 નહીં લડવાનો નિર્ણય કર્યો છે. એવામાં સુષ્માના સ્થાને સાધના સિંહ ચૂંટણી લડી શકે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે વિદિશા શિવરાજનો પ્રભાવ ધરાવતો વિસ્તાર છે, તેથી પાર્ટી શિવરાજને અહીંથી મેદાનમાં ઉતારી માત્ર આ વિસ્તાર સુધી સીમિત કરવા નથી માંગતી. એટલે તેમના પત્ની સાધના સિંહને ચૂંટણી મેદાનમાં ઉતારી શકાય છે. સાધના સિંહ લાંબા સમયથી પતિ શિવરાજ સાથે બુધનીમાં ચૂંટણી પ્રચારન કમાન સંભાળતા આવ્યા છે. સંગઠનનો પણ તેમને અનુભવ છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સાધના સિંહના સમર્થનમાં ઝુંબેશ પણ ચાલી રહી છે.

પ્રિયદર્શિની માટે કાર્યકરો પાસ કરી ચુક્યા છે પ્રસ્તાવ

ગુનાથી હાલના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શિનીને જ્યોતિરાદિત્યના સ્થાને ચૂંટણી લડાવવાની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. કૉંગ્રેસ કાર્યકરો પ્રિયદર્શિનીને ગુનાથી ચૂંટણી લડાવવા માટે પ્રસ્તાવ પણ પસાર કરી ચુક્યા છે. પ્રિયદર્શિની 18 ફેબ્રુઆરીથી ગુનામાં સક્રિયતા વધારી રહ્યા છે. તેઓ 24 ફેબ્રુઆરી સુધી ગુનામાં રહી મહિલા સંમેલનોમાં ભાગ લેવાના છે. જોકે જ્યોતિરાદિત્ય સિંધિયાની ચૂંટણી ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવતા મનીષ રાજપૂતનું કહેવું છે કે પ્રિયદર્શિનીના ચૂંટણી લડવા અંગેનો નિર્ણય સિંધિયા પરિવાર જ કરશે.

અમૃતા સિંહ માટે રાજગઢ સલામત બેઠક

દિગ્વિજય સિંહના પત્ની અમૃતા સિંહના રાજગઢથી ચૂંટણી લડવાની ચર્ચા છે. રાજગઢમાં કૉંગ્રેસનો ભારે વર્ચસ્વ છે. વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે રાજગઢની પાંચ વિધાનસભા બેઠકો પર કબજો કર્યો છે. દિગ્વિજય સિંહે ગત વર્ષે નર્મદા યાત્રા કરી હતી, ત્યારે પત્ની અમૃતા તેમની પડખે રહ્યા હતાં. તેમની આવી સતત અને સક્રિય રાજકીય હાજરીથી તેમના ચૂંટણી લડવાની શક્યતાઓ વધી ગઈ છે. જોકે પાર્ટી હાઈકમાંડના નિર્ણય બાદ જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

[yop_poll id=1341]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">