MPના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરનો દાવો: છાણ સાથે ઘીની આહુતિથી ઘર થાય છે સેનેટાઈઝ

|

Mar 08, 2021 | 12:35 PM

મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને આધ્યાત્મિ મંત્રી ઉષા ઠાકુરે રવિવારે કોવિડ -19 સામે રક્ષણ માટે એક કીમિયો આપ્યો હતો. વૈદિક જીવન પદ્ધતિના હવાલે વાત કરતા કહ્યું કે છાણ પર હવન દરમિયાન ગાય-ઘીની આહુતિઓથી ઘર સેનેટાઈઝ થાય છે.

MPના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરનો દાવો: છાણ સાથે ઘીની આહુતિથી ઘર થાય છે સેનેટાઈઝ
મધ્યપ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર

Follow us on

મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને આધ્યાત્મિ મંત્રી ઉષા ઠાકુરે રવિવારે કોવિડ -19 સામે રક્ષણ માટે વૈદિક જીવન પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે સૂર્યદય અને સૂર્યાસ્ત સમયે ગાયના છાણ પર હવન દરમિયાન ગાય-ઘીની માત્ર બે આહુતિઓથી આખું ઘર 12 કલાક માટે સંક્રમણમુક્ત રહે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વસંધ્યાએ ઇન્દોર પ્રેસ કલબ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઠાકુરે કહ્યું કે, કોવિડ -19 થી બચવામાં એલોપેથિ સાથે વૈદિક દિનચર્યાની પણ મહત્વની ભૂમિકા છે. મહામારીના સંકટથી આપણને બધાને સમજાઈ ગયું છે કે આપણે વૈદિક જીવન માર્ગ તરફ પાછા ફરવું પડશે.

તેમણે ઘરના સેનેટાઈઝ રાખવા માટે એક રેસિપી પણ સૂચવી. ઠાકુરે કહ્યું, કે તમે ગાયના દૂધમાંથી બનેલા ઘીમાં અક્ષત (પૂજામાં વપરાતા આખા ચોખા) મિક્સ કરીને રાખો. જો તમે સૂર્યદય અને સૂર્યાસ્ત દરમિયાન છાણથી હવાન દરમિયન આ ઘીને આહુતિ તેમાં આપો છો તો તમારું ઘર 12 કલાક માટે સેનેટાઈઝ રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉષા ઠાકુરે કહ્યું કે આ વાત લોકોને અજીબ લાગી શકે છે, પરંતુ ઘરને સંક્રમણમુક્ત રાખવાનો નુશ્કો ઉપજાવી કાઢેલો નથી. આ વિજ્ઞાન છે કે ભગવાન સૂર્ય જ્યારે આકાશ પર ઉદિત કે અસ્ત થાય છે ત્યારે ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિ 20 ઘણી વધી જાય છે. સાંજે (વાયુમંડળમાં) ઓક્સિજન ઓછો હોય છે, જો આ સમએ ઓક્સિજનની વધુ માત્રા જોઈએ તો ઘીની બે આહુતિઓ સમગ્ર વાતાવરણમાં વિપુલ પ્રમાણમાં ફેલાય છે.

સંસ્કૃતિ અને આધ્યાત્મિ મંત્રી ઉષા ઠાકુરે પોતાની ઘરને સેનેટાઈઝ કરવાની વાતને સાબિત કરવા માટે પૃથ્વીની શક્તિ અને ઓક્સિજનના તર્ક આપ્યા હતા. જે વિજ્ઞાનથી ઘણા અલગ તરી આવે છે.

Next Article