એક મોદી એવા જેમની સાથે સેલ્ફી લેવાની કે સિક્યોરિટીની કોઈ રોકટોક નહીં!

|

Nov 29, 2018 | 12:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દિલ્હીમાં બેઠા હોય પણ જો તમે અમદાવાદના બુક ફેરની મુલાકાતે લેશો તો વડાપ્રધાનની ઉપસ્થિતિની અનુભૂતિ થશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા નેશનલ બુક ફેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એક એવી બૂક જેને જોતાં એવું ન લાગે કે તે એક પુસ્તક છે. પણ તેની નજીક જાઓ અને નિહાળો તો માલૂમ પડે કે કોઈ […]

એક મોદી એવા જેમની સાથે સેલ્ફી લેવાની કે સિક્યોરિટીની કોઈ રોકટોક નહીં!

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દિલ્હીમાં બેઠા હોય પણ જો તમે અમદાવાદના બુક ફેરની મુલાકાતે લેશો તો વડાપ્રધાનની ઉપસ્થિતિની અનુભૂતિ થશે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા નેશનલ બુક ફેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એક એવી બૂક જેને જોતાં એવું ન લાગે કે તે એક પુસ્તક છે. પણ તેની નજીક જાઓ અને નિહાળો તો માલૂમ પડે કે કોઈ અન્ય પુસ્તકની જેમ તેને પણ ખોલીને વાંચી શકાય છે. આ પુસ્તક છે નરેન્દ્ર મોદીના એક ખાસ પુસ્તકની.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દિલ્હીમાં બેઠા હોય પણ જો તમે અમદાવાદના બુક ફેરની મુલાકાતે લેશો તો વડાપ્રધાનની ઉપસ્થિતિની અનુભૂતિ થશે. જી હા, બૂક ફેરમાં વડાપ્રધાનની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતું એક પુસ્તક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Modi size Book at National Book fair in Ahmedabad

આ પુસ્તક એટલે નરેન્દ્ર મોદી, એક સકારાત્મક સોચ. આ પુસ્તકના લેખક અપૂર્વ શાહે વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈને તેમની કાર્યશૈલી તમામ નાગરિક સુધી પહોંચે તેવા પ્રયાસ હાથ ધર્યા છે. અપૂર્વ શાહે બનાવેલા પુસ્તકને વડાપ્રધાન મોદીના રંગ રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં,  આ પુસ્તકનું વજન અને ઉંચાઈ હકીકતમાં વડાપ્રધાન મોદીના વજન અને ઉંચાઈ જેટલા જ રાખવામાં આવ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વડાપ્રધાનની ઉંમર 68 વર્ષ હોવાને કારણે પુસ્તકમાં પણ 68 પાના રાખવામાં આવ્યા છે. તો પુસ્તકની અંદર લખવામાં આવેલા લખાણ પણ લોકોને આકર્ષી રહ્યાં છે. વડાપ્રધાન મોદી જેવી કાર્યશૈલી તેમજ સફળતા માટે શું કરવું જેવા યુવાનોને પ્રેરણા આપતા દ્ષ્ટાંતોને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. નેશનલ બૂક ફેરમાં રાખવામાં આવેલા આ પુસ્તકને મુલાકાતીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વડાપ્રધાનની છબી જેવું જ પુસ્તક બનાવવામાં 8 મહિના જેટલો સમય અપૂર્વ શાહને લાગ્યો છે. ત્યારે બૂક ફેર પૂર્ણ થયા બાદ 5.7 ફૂટ ઉંચાઈ ધરાવતા આ પુસ્તકને દિલ્હી વડાપ્રધાન ઓફિસમાં રાખવાની ઈચ્છા લેખક ધરાવે છે.

[yop_poll id=73]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:38 pm, Thu, 29 November 18

Next Article