Modi Cabinet Reshuffle : સિંધિયા,સોનેવાલ અને પશુપતિ પારસ બની શકે છે મંત્રી, આ નેતાઓને પણ મળી શકે છે સ્થાન

|

Jul 06, 2021 | 3:41 PM

મધ્ય પ્રદેશના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સોનોવાલને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. આ સિવાય જેડીયુના નેતાઓ આરસીપી સિંહ અને લલ્લાન સિંહ પણ રાજધાની દિલ્હી આવી રહ્યા છે.

Modi Cabinet Reshuffle : સિંધિયા,સોનેવાલ અને પશુપતિ પારસ બની શકે છે  મંત્રી, આ નેતાઓને પણ મળી શકે છે સ્થાન
PM Modi ( File Image )

Follow us on

મોદી કેબિનેટ( Modi Cabinet ) ના આ અઠવાડિયે થનારા ફેરબદલ ( Reshuffle) ની અટકળો વચ્ચે અનેક નેતાઓનું દિલ્હી આવવાનું શરૂ થયું છે. જેમાં એવું માનવામાં આવે છે કે કેટલાક વરિષ્ઠ નેતાઓને કેબિનેટ વિસ્તરણમાં સ્થાન આપવામાં આવી શકે છે. જેમાંથી એક મધ્ય પ્રદેશના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઈન્દોરથી દિલ્હી રવાના થયા છે. આ ઉપરાંત આસામના પૂર્વ મુખ્યમંત્રી પણ મંગળવારે રાજધાની પહોંચવાના છે.

જેડીયુને હજી સુધી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ગત વર્ષે માર્ચમાં ભાજપમાં જોડાયા હતા. સિંધિયા અને સોનોવાલને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. આ સિવાય જેડીયુના નેતાઓ આરસીપી સિંહ અને લલ્લાન સિંહ પણ રાજધાની દિલ્હી આવી રહ્યા છે. હાલ એનડીએના સાથી પક્ષ જેડીયુને હજી સુધી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાષ્ટ્રપતિ ભવન તરફથી હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી

પશ્ચિમ બંગાળના સાંસદ નિશીથ  પ્રમાણિકને  પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેવો છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં છે. ભાજપના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર નવા મંત્રીઓની શપથ બુધવારે સાંજે થઈ શકે છે. જો કે રાષ્ટ્રપતિ ભવન તરફથી હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.ભાજપના સૂત્રોએ એમ પણ કહ્યું કે હાલમાં 3-4- કેબિનેટ મંત્રીઓને પણ હટાવી શકે છે. જોકે આ પ્રધાનો કોણ હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

મોદી કેબિનેટમાં મંત્રી બનવાની યાદીમાં આ નામ આગળ 

. જ્યોતિરાદિત્ય સિંધિયા
. સર્વાનંદ સોનોવાલ
. નારાયણ રાણે
. શાંતનુ ઠાકુર
. પશુપતિ પારસ
. સુશીલ મોદી
. રાજીવ રંજન
. સંતોષ કુશવાહા
. અનુપ્રિયા પટેલ
. વરુણ ગાંધી
. પ્રવીણ નિષાદ

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વરિષ્ઠ પ્રધાનો સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આ સિવાય પાર્ટી સ્તરે પણ અનેક બેઠકો સતત યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસોથી મંત્રીમંડળમાં ફેરબદલના સંકેતો મળી રહ્યા છે.

આ ઉપરાંત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે આઠ રાજયોના રાજ્યપાલની નિયુક્તિની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહેલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rathyatra 2021 : અમદાવાદમાં યોજાઈ શકે છે નિયમોને આધિન રથયાત્રા, આગામી બે દિવસમાં લેવાઈ શકે છે નિર્ણય

આ પણ વાંચો :  4 વર્ષ બાદ સૂર્યમાંથી નીકળી સૌથી મોટી સૌર જ્વાળા, જાણો પૃથ્વી પર ક્યારે થયું બ્લેકઆઉટ

Published On - 3:31 pm, Tue, 6 July 21

Next Article