Modi Cabinet Reshuffle: સાંજે મોદી સરકાર મંત્રીમંડળ વિસ્તરણનાં ખુલશે પત્તા, યુવા નેતાઓનો દબદબો રહેશે

|

Jul 07, 2021 | 11:47 AM

મંત્રી મંડળમાં યુવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. આ વિસ્તરણમાં યુવા નેતાઓ(Young Leaders)ને સોથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેમ સૂત્રો તરફથી માહિતિ મળી રહી છે

Modi Cabinet Reshuffle: સાંજે મોદી સરકાર મંત્રીમંડળ વિસ્તરણનાં ખુલશે પત્તા, યુવા નેતાઓનો દબદબો રહેશે
Modi Cabinet Reshuffle: Modi govt to open cabinet expansion in the evening, young leaders to dominate

Follow us on

Modi Cabinet Reshuffle: કેન્દ્રની મોદી કેબિનેટમાં ફેરબદલ માટેની તૈયારીઓ તીવ્ર થઈ છે અને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.  મોદી કેબિનેટમાં 20થી વધુ નવા ચહેરાઓ જોવા મળી શકે છે. આજે સાંજે 5:30 થી 6 વાગ્યા વચ્ચે મંત્રીમંડળ(Ministry)નું થઈ શકે વિસ્તરણ, તો મંત્રી મંડળમાં યુવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. આ વિસ્તરણમાં યુવા નેતાઓ(Young Leaders)ને સોથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેમ સૂત્રો તરફથી માહિતિ મળી રહી છે.

આ સાથે પીએમ મોદી આ વખતે તેમના મંત્રી મંડળમાં દલિત, આદિવાસી અને OBCનું પ્રતિનિધિત્વ વધારી શકે છે. નવી કેબિનેટમાં 25થી વધુ OBC મિનિસ્ટર હશે. તેમાં SC અને ST ના 10-10 મંત્રીઓ હોવાની સંભાવના છે. નવું મંત્રીમંડળ એ રીતે બનાવવામાં આવશે જેમાં દરેક રાજ્યને પ્રતિનિધિત્વની તક મળશે. યૂપીના સૌથી વધુ નેતાઓને તક મળી શકે છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ વધુ નેતા કેબિનેટમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીમંડળમાં પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ સાંસદોને સામેલ કરવામાં આવી રહ્યાં છે. મોટા રાજ્યોને વધુ ભાગીદારી આપવામાં આવશે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારને ભાગીદારી આપવામાં આવી શકે છે. હાલ કેબિનેટમાં અત્યારે 28 મંત્રી પદ ખાલી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે. આ સિવાય કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે.

મોદી કેબિનેટમાં મંત્રી બનવાની યાદીમાં આ નામ આગળ

. જ્યોતિરાદિત્ય સિંધિયા
. સર્વાનંદ સોનોવાલ
. નારાયણ રાણે
. શાંતનુ ઠાકુર
. પશુપતિ પારસ
. સુશીલ મોદી
. રાજીવ રંજન
. સંતોષ કુશવાહા
. અનુપ્રિયા પટેલ
. વરુણ ગાંધી
. પ્રવીણ નિષાદ

મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે

મોદી સરકારના સાંસદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 81 નેતાઓને મંત્રી બનાવી શકાય છે અને હાલ મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે એટલે કે કેબિનેટમાં વધુ 28 નેતાઓ માટે હજુ પણ સ્થાન છે. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેબીનેટ વિસ્તરણમાં 20 થી વધુ નેતાઓને સ્થાન મળશે નહીં અને કેટલાક નેતાઓના મંત્રાલયમાં પણ ફેરફાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વરિષ્ઠ પ્રધાનો સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આ સિવાય પાર્ટી સ્તરે પણ અનેક બેઠકો સતત યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસોથી મંત્રીમંડળમાં ફેરબદલના સંકેતો મળી રહ્યા છે.

Next Article