Modi Cabinet Expansion : આવું છે મોદી મંત્રીમંડળનું સ્વરૂપ, 14 મંત્રી 50 વર્ષથી નાના, 11 મહિલાઓનો સમાવેશ

|

Jul 07, 2021 | 8:13 PM

મંત્રીમંડળ વિસ્તરણમાં  કુલ 11 મહિલાઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે,

Modi Cabinet Expansion : આવું છે મોદી મંત્રીમંડળનું સ્વરૂપ, 14 મંત્રી 50 વર્ષથી નાના, 11 મહિલાઓનો સમાવેશ
Modi Cabinet expansion 2021

Follow us on

કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટમાં નવા 14 ચહેરા છે. જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, હવે કેબિનેટ(Cabinet )ની સરેરાશ ઉંમર 58 વર્ષ રહેશે. કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓને સ્થાન પણ અપાયું છે.  મંત્રીમંડળ વિસ્તરણમાં   કુલ 11 મહિલા(Women) ઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે,

તેની સાથે 23 સંસદસભ્યો કે જેઓ 3 કરતા વધારે વખત ચૂંટાઈ આવ્યા છે તેઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 પ્રધાનો વકીલ, 6 ડોકટરો, 5 એન્જિનિયર અને 7 ભૂતપૂર્વ  બ્યુરોક્રેટ છે.

મંત્રી  મંડળમાં જાતિનું પ્રતિનિધિત્વ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવી કેબિનેટમાં 5 લઘુમતી પ્રધાનો સહિત 1 મુસ્લિમ, 1 શીખ, 2 બૌદ્ધ, 1 ખ્રિસ્તીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા કેબિનેટ વિસ્તરણમાં 27 ઓબીસી મંત્રીઓ રહેશે. જેમાંથી 5 કેબિનેટ રેન્કના હશે. આ સિવાય એસટી સમુદાય તરફથી 8 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાંથી 3ને કેબિનેટ દરજ્જો આપવામાં આવ્યો છે. કેબિનેટમાં 12 એસટી સમુદાયના ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે જેમાંથી 2 કેબિનેટ રેન્કના હશે.

મોદી મંત્રીમંડળમાં 25 રાજ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ ક્ષેત્ર, હરિત પ્રદેશ, બ્રજ પ્રદેશ, બુંદેલ ખંડ, અવધ અને પૂર્વાચલને મહત્વ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના કોંકણ, ખાનદેશ, મરાઠ વાડા અને વિદર્ભને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેબોશ્રી ચૌધરીને કેબિનેટની બહાર મૂકી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મોદી મંત્રીમંડળમાં સમાવિષ્ટ 43 મંત્રીઓનું લીસ્ટ

1- નારાયણ રાણે
2- સર્બાનંદ સોનોવાલ
3- વિરેન્દ્ર કુમાર
4- જ્યોતિરાદિત્ય સિંધીયા
5- રામચંદ્રપ્રસાદ સિંહ
6- અશ્વિની વૈષ્ણવ
7- પશુપતિકુમાર પારસ
8- કિરણ રીજીજ્જુ
9- રાજકુમાર સિંગ
10- હરદિપસિહ પૂરી
11- મનસુખ માંડવિયા
12- ભૂપેન્દ્ર યાદવ
13- પરસોત્તમ રૂપાલા
14- જી. કિશન રેડ્ડી
15- અનુરાગસિંહ ઠાકુર
16- પંકજ ચૌધરી
17- અનુપ્રિયાસિંહ પટેલ
18- સત્યપાલસિંહ બઘેલ
19-રાજીવ ચંદ્રશેખર

20- શોભા શોભા કરદંલાજે
21- ભાનુપ્રતાપસિંહ વર્મા
22- દર્શના જરદોષ
23- મિનાક્ષી લેખી
24- અન્નપૂર્ણ દેવી
25- એ નારાયણસ્વામી
26- કૌશલ કિશોર
27- અજય ભટ્ટ
28- બી એલ વર્મા
29- અજયકુમાર
30- દેવુસિંહ ચૌહાણ
31- ભગવંત ખુબા
32- કપિલ મોરેશ્વર પાટીલ
33- પ્રતિમા ભૌમિક
34- ડો. સુભાષ સરકાર
35-  ભાગવત કિશનરાવ કારડ

36- રાજકુમાર રંજનસિંહ
37-ભારતી પ્રવિણ પવાર
38-બિશ્વેશ્વર ટુડુ
39- સંતનુ ઠાકુર
40- મહેન્દ્ર મુંજાપરા
41- જહોન બારલા
42 ડો એલ મૂરુગન
43 નિશીથ પ્રમાણિક

આ પણ વાંચો :  સુરતમાં જગન્નાથજીની યાત્રા કાઢવાની મળી પરવાનગી, આટલા કિલોમીટર સુધી કાઢી શકાશે યાત્રા

આ પણ વાંચો :  Madhya Pradesh: ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું ‘સોરી દોસ્ત, મજબૂરી છે’

Published On - 7:51 pm, Wed, 7 July 21

Next Article