Mithun chakraborty : મમતાએ મોકલ્યા હતા રાજ્યસભા, ડાબેરીઓની પણ નજીક હતા, આજે ભાજપમાં

|

Mar 07, 2021 | 3:16 PM

Mithun chakraborty : વર્ષ 2014 માં મમતાએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. મિથુન ડાબેરી નેતા સુભાષ ચક્રવર્તીની નજીકના લોકોમાંથી એક હતા.

Mithun chakraborty : મમતાએ મોકલ્યા હતા રાજ્યસભા, ડાબેરીઓની પણ નજીક હતા, આજે ભાજપમાં

Follow us on


Mithun chakraborty : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Election 2021)માં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડના પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun chakraborty) ભાજપમાં જોડાયા છે. મિથુન ચર્ક્વર્તી ભાજપમાં જોડાતા હવે  એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્યપ્રધાનપદનો ચહેરો બની શકે છે. પણ મિથુનદાનો રાજકારણ સાથેનો સંબંધ અહીંથી નથી શરૂ થતો, મિથુન અને રાજકારણનો સંબંધ બહુ જુનો છે. આવો જોઈએ મિથુનદાના રાજકારણના ઈતિહાસની થોડીક વાતો 

વર્ષ 2014માં મમતાએ મોકલ્યા હતા રાજ્યસભા
મિથુન ચક્રવર્તી TMC અધ્યક્ષ મમતા બેનર્જીની નજીકના લોકોમાંથી એક હતા.  વર્ષ 2014 માં મમતાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા, પરંતુ લગભગ બે વર્ષ રાજ્યસભાના સાંસદ રહ્યા અને વર્ષ 2016 ના અંતમાં તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. પરંતુ હવે મિથુન ફરી એકવાર રાજકીય મંચ પર પહોંચી ગયા છે અને આ વખતે મમતા વિરુદ્ધ ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે.

જોકે, મિથુનના રાજકારણમાંથી નિવૃત્ત થવાનું પાછળનું એક શારદા ચીટ ફંડ કૌભાંડ માનવામાં આવે છે. કારણ એવું  પણ કહેવામાં આવે છે કે તે શારદા ચીટ ફંડ કૌભાંડ છે તેમનું નામ સામે આવ્યું હતું. મિથુન ચક્રવર્તી શારદા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. ઇડીએ મિથુન ચક્રવર્તીની  પણ પૂછપરછ કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડાબેરીઓની પણ નજીક હતા
મિથુન નાની ઉંમરે ડાબેરીઓ સાથે સંકળાયેલા હતા, તેમણે આ વાત ઘણી વખત સ્વીકારી પણ છે. તેઓ વરિષ્ઠ ડાબેરી નેતા સુભાષ ચક્રવર્તીની નજીકના લોકોમાંથી એક હતા. આવી સ્થિતિમાં જ્યારે તેઓ  TMCમાં જોડાયા ત્યારે દરેકને આશ્ચર્ય થયું. પરંતુ TMC  સાથે પણ  તેમની રાજકીય સફર લાંબો સમય ચાલી નહિ.

Next Article