PM Modi સાથે બેઠક માટે દિલ્હી પહોંચ્યા મહેબૂબા મુફ્તી, જમ્મુ કાશ્મીરમાં એલર્ટ, ઈન્ટરનેટ સેવા થઇ શકે છે બંધ

|

Jun 23, 2021 | 9:53 PM

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti)24જૂને પીએમ મોદી( PM Modi)સાથે જમ્મુ-કાશ્મીરના તમામ પક્ષોના નેતાઓ સાથે યોજાનારી બેઠક માટે દિલ્હી પહોંચ્યા હતા.

PM Modi સાથે બેઠક માટે દિલ્હી પહોંચ્યા મહેબૂબા મુફ્તી, જમ્મુ કાશ્મીરમાં એલર્ટ, ઈન્ટરનેટ સેવા થઇ શકે છે બંધ
PM Modi સાથે બેઠક માટે દિલ્હી પહોંચ્યા મહેબૂબા મુફ્તી

Follow us on

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti)24જૂને પીએમ મોદી( PM Modi)સાથે જમ્મુ-કાશ્મીરના તમામ પક્ષોના નેતાઓ સાથે યોજાનારી બેઠક માટે દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પણ બંધ રહેવાની સંભાવના છે.

પીડીપી જમ્મુ-કાશ્મીરમાં રચાયેલા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી) ગઠબંધનનો ભાગ છે. જેની બેઠક મંગળવારે મળી હતી અને પીએમ મોદી( PM Modi)સાથેની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

પીએમ મોદી  કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષો સાથે વાત કરશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

5 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવ્યા પછી, પ્રથમ વાર આવી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પીએમ મોદી    ( PM Modi)કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષો સાથે વાત કરવા જઇ રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથેની આ બેઠકમાં 8 રાજકીય પક્ષોના 14 નેતાઓને આમંત્રણ અપાયું છે.

હજી સુધી સ્પષ્ટપણે જાહેર થયું નથી કે આ બેઠકનો એજન્ડા શું હશે. જો કે, જુદા જુદા અહેવાલોએ એવી સંભાવના ઉભી કરી છે કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી, સીમાંકન, સંપૂર્ણ રાજ્યનો દરજ્જો જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની પુન:સ્થાપના માટે દબાણ

પીએમ મોદી પીડીપીના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti)મંગળવારે કહ્યું હતું કે જમ્મુના વિશેષ દરજ્જાને રદ કરવાના પગલાંને પરત લીધા વિના આ પ્રદેશમાં શાંતિ પુન: સ્થાપિત થશે નહિ. ગુપકાર ગઠબંધનની બેઠક પછી, તેમણે કહ્યું કે વડા પ્રધાન સાથેની મુલાકાત દરમ્યાન તેવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની પુન:સ્થાપના માટે દબાણ કરશે. જે અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે 

5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 37૦ હેઠળ રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જાની મોટાભાગની જોગવાઈઓ પરત ખેંચતા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધું હતું. જે પછી 6 માર્ચ 2020 ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ એક નવી સીમાંકન પંચની રચના કરી. સંભાવના છે કે સીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, “મહાગઠબંધનનો એજન્ડા એ છે કે જે કાંઈ પણ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે, આપણે આ વાતચીત કરીશું. તે એક ભૂલ હતી, તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હતું. અમારો પક્ષ ક્યારેય કેન્દ્ર સાથેની વાતચીતનો વિરોધ કરવા ન હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરના લોકો જે રીતે કોરોનાના કારણે દેશના અન્ય ભાગોમાં કેદીઓને મુક્ત કરવામાં  આવ્યા તેવા  વિશ્વાસ વધારવાના પગલા ઇચ્છતા  હતા .

Published On - 9:51 pm, Wed, 23 June 21

Next Article