ચોમેર થઈ રહેલી આકરી ટીકા બાદ, કાર રેલી રદ કરતા સી આર પાટીલ, પ્રમુખપદની જવાબદારી સંભાળ્યાના કલાકોમાં મોટા વિવાદથી બચવા લેવાયુ પગલું

|

Jul 24, 2020 | 10:01 AM

પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ, ગાંધીનગર અને દિલ્લી જઈને પ્રથમવાર સુરત આવી રહેલા સી આર પાટીલના સ્વાગત માટે વિશાળ કાર રેલીનું આયોજન સુરત ભાજપ અને ધારાસભ્ય હર્ષ સંધવી દ્વારા કરાયું હતું. આ કાર રેલીના આયોજન માટે કોરોનાના સંક્રમણને પણ ધ્યાને રખાયુ નહોતુ. કાર રેલી અંગે ચોમેરથી આકરી ટીકા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યાને […]

ચોમેર થઈ રહેલી આકરી ટીકા બાદ, કાર રેલી રદ કરતા સી આર પાટીલ, પ્રમુખપદની જવાબદારી સંભાળ્યાના કલાકોમાં મોટા વિવાદથી બચવા લેવાયુ પગલું

Follow us on

પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ, ગાંધીનગર અને દિલ્લી જઈને પ્રથમવાર સુરત આવી રહેલા સી આર પાટીલના સ્વાગત માટે વિશાળ કાર રેલીનું આયોજન સુરત ભાજપ અને ધારાસભ્ય હર્ષ સંધવી દ્વારા કરાયું હતું. આ કાર રેલીના આયોજન માટે કોરોનાના સંક્રમણને પણ ધ્યાને રખાયુ નહોતુ. કાર રેલી અંગે ચોમેરથી આકરી ટીકા કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યાને ગણતરીના કલાકોમાં જ મોટો વિવાદ સર્જવા માગતા ના હોવાથી સી આર પાટીલે કાર રેલી રદ કરી. રેલી રદ કરતા પાટીલે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો કાર સાથે એકઠા થયા છે. જે સુરત શહેર માટે સહેજ પણ જોખમ લઈ ના શકાય. જો કે રેલી રદ કર્યાની બે મિનીટ પૂર્વે કારરેલીના આયોજકો દ્વારા દાવો કરાતો રહ્યો હતો કે રેલીના કારણે કોરોનાનું સંક્રમણ નહી વધે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ નહી થાય. રેલી માટે જે કારણો અને આયોજન ગણાવવામાં આવતા હતા એ જ કારણોસર કારરેલી રદ કરવી પડી.

આ કાર રેલી સુરત સહીતના અન્ય શહેરોમાં ચર્ચાસ્પદ બની હતી. જો જગન્નાથ ભગવાનની રથયાત્રા રદ થઈ શકતી હોય તો આવી રાજકીય ગતકડા સ્વરૂપ કાર રેલીનું આયોજન શા માટે ? કોણે કાર રેલીની મંજૂરી આપી ? મંજૂરી આપનારને સુરતમાં ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણની ખબર નથી ? કારરેલી યોજવા દેવા કોઈએ રાજકીય દબાણ કર્યું હતું ?. વગેરે મુદ્દે પસ્તાળ પાડવામાં આવી હતી. ? વગેરે મુદ્દે આખરી ટીકા કરવામાં આવી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Published On - 9:57 am, Fri, 24 July 20

Next Article