પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી : ભાજપ સહિત તમામ પક્ષો અને નેતાઓ ઊંઘતા ઝડપાયાં, પણ ‘મામૂ’ને બધી જ ખબર હતી !
પ્રિયંકા ગાંધીએ બુધવારે અચાનક રાજકારણમાં પ્રવેશ કરી લીધો. પ્રિયંકા ગાંધી વાડ્રા આજ નહીં તો કાલે રાજકારણમાં આવશે, આ વાત તો સૌ જાણતા હતાં, પરંતુ બુધવારે રાહુલ ગાંધીએ જે અચાનક સરપ્રાઇઝ આપ્યું, તેનાથી રાજકારણમાં નવી ચર્ચાઓ શરુ થઈ ગઈ. Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે ? આ 5 […]

પ્રિયંકા ગાંધીએ બુધવારે અચાનક રાજકારણમાં પ્રવેશ કરી લીધો.
પ્રિયંકા ગાંધી વાડ્રા આજ નહીં તો કાલે રાજકારણમાં આવશે, આ વાત તો સૌ જાણતા હતાં, પરંતુ બુધવારે રાહુલ ગાંધીએ જે અચાનક સરપ્રાઇઝ આપ્યું, તેનાથી રાજકારણમાં નવી ચર્ચાઓ શરુ થઈ ગઈ.
અત્યાર સુધી મોદી વર્સિસ રાહુલની વાતો ચાલતી હતી અને અચાનક રાજકીય શેરીઓમાં યૂપીમાં મોદી વર્સિસ પ્રિયંકાની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ.
પ્રિયંકા રાજકારણમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે, આ વાતની ગાંધી પરિવાર સિવાય કદાચ કૉંગ્રેસના તમામ નાના-મોટા નેતાઓને પણ જાણ નહીં હોય, તો બીજી બાજુ ભાજપ સહિતના રાજકીય પક્ષો સાવ ઊંઘતા ઝડપાયાં.
પરંતુ પ્રિયંકાની રાજકારણમાં પ્રવેશની આ તમામ તૈયારીઓથી એક વ્યક્તિ વાકેફ હતાં અને પ્રિયંકા તેમને મામૂ (મામા) તરીકે સંબોધે છે.
આ મામૂ એટલે બિગ બી અમિતાભ બચ્ચન. મળતી માહિતી મુજબ પ્રિયંકાએ રાજકારણમાં એન્ટ્રી લેતા પૂર્વે બંધ બારણે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ મેળવ્યાં.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે. પ્રિયંકાના પિતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી અમિતાભના ખાસ મિત્ર રહી ચુક્યા છે. ઇંદિરા ગાંધીએ તો અમિતાભને પોતાનો ત્રીજો પુત્ર ગણાવ્યો હતો. જોકે વર્ષ 2000 બાદ ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે ખટાશ આવી.
પરંતુ પ્રિયંકાએ અમિતાભ સાથે મુલાકાત કરી ગાંધી અને બચ્ચન પરિવારની દૂરીઓ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે. બચ્ચને પણ પ્રિયંકાને આશીર્વાદ આપ્યા છે.
[yop_poll id=791]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]