ભારતમાં 2 વડાપ્રધાન હોય તેવુ ઈચ્છતા લોકોને સાથ આપી રહ્યા છે મમતા બેનર્જી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશમાં અત્યારે ગરમી સતત વધી રહી છે, તાપમાન પણ રોજ નવા રેકોર્ડ બનાવે છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019ને લઈને નેતાઓ રેલીઓ કરી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દેશમાં 3 જગ્યાએ રેલીઓ કરશે. તેમની પહેલી રેલી પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં હતી. ત્યારબાદ તેઓ ત્રિપૂરાના ઉદયપૂર અને મણિપૂરમાં ચૂંટણીની સભાને સંબોધિત કરશે. Web Stories View more સ્નાન […]

દેશમાં અત્યારે ગરમી સતત વધી રહી છે, તાપમાન પણ રોજ નવા રેકોર્ડ બનાવે છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019ને લઈને નેતાઓ રેલીઓ કરી પ્રચાર કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદી દેશમાં 3 જગ્યાએ રેલીઓ કરશે. તેમની પહેલી રેલી પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં હતી. ત્યારબાદ તેઓ ત્રિપૂરાના ઉદયપૂર અને મણિપૂરમાં ચૂંટણીની સભાને સંબોધિત કરશે.
જુઓ પશ્ચિમ બંગાળની રેલીમાં શું કહ્યું વડાપ્રધાન મોદીએ
2014 પહેલા અવાર-નવાર આતંકી હુમલાઓ થતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014 પહેલા આતંકીવાદી હુમલા થતા હતા. તે ક્યાંથી આવતા હતા, કોણ તેમને મોકલતા હતા, એ તે વખતની સરકારને પણ ખબર હતી, આપણા વીર જવાનો તે સરકારને બદલો લેવા માટે કહેતા હતા પણ સરકાર નિર્ણય લેતા પહેલા જ ગભરાતી હતી. ભારત ક્યારે આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારશે, એ અશક્ય લાગતું હતું, પણ હવે તે પણ શક્ય છે.
દીદી હવે ઊંઘી નથી શકતા
કુચબિહારમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે પશ્ચિમ બંગાળની ‘સ્પીડ બ્રેકર’ દીદી આજકાલ શાંતિથી ઊંઘી શકતા નથી. હવે પશ્ચિમ બંગાળને દીદીના પાસેથી છોડાવવાનુ છે. તમે જેટલુ મોદી-મોદી કરો છો દીદીની ચિંતા તેટલી જ વધતી જાય છે.
दीदी अब ऐसे लोगों का साथ दे रही हैं जो भारत में दो प्रधानमंत्री चाहते हैं।
क्या भारत में दो प्रधानमंत्री होने चाहिए?
लेकिन दीदी ने मोदी विरोध में अपने ऐसे साथियों पर भी चुप्पी साध ली है: पीएम #IsBaarBhiModi
— BJP (@BJP4India) April 7, 2019
ભારતમાં 2 વડાપ્રધાન હોય તેવુ ઈચ્છતા લોકોને સાથ આપી રહી છે દીદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દીદી હવે એવા લોકોને સાથ આપી રહી છે. જે લોકો ભારતમાં 2 વડાપ્રધાન ઈચ્છે છે. શું ભારતમાં 2 વડાપ્રધાન હોવા જોઈએ? દીદી પર તમે ખુબ વિશ્વાસ રાખ્યો હતો, પણ તેમને તમારો વિશ્વાસ તોડ્યો છે. પશ્ચિમ બંગાળમાં ગઠબંધન આ મહાન ભૂમિને દાણચોરો, ઘૂસણખોરો, પ્રાણીઓ અને દાણચોરોને લક્ષ્ય બનાવવાની દિશામાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]