Mamata Banarjee એ ડિસેમ્બર સુધી તમામને રસીકરણના કેન્દ્ર સરકારના દાવાને ખોટો ગણાવ્યો

|

Jun 02, 2021 | 7:07 PM

પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2021 પહેલાં દેશના તમામ નાગરિકોને રસી(Vaccine) આપવી તે સંપૂર્ણ પણે ખોટું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર   માત્ર પાયાવિહોણી વાતો કરી રહી છે.

Mamata Banarjee એ ડિસેમ્બર સુધી તમામને રસીકરણના કેન્દ્ર સરકારના દાવાને ખોટો ગણાવ્યો
Mamata Banarjee નો રસીકરણ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું ડિસેમ્બર સુધી તમામને રસીકરણનો દાવો ખોટો

Follow us on

દેશમાં વેક્સિનને લઇને રાજકારણ ગરમાવા લાગ્યું છે. કોરોનાની કહેર વચ્ચે રાજ્યોમાં કોરોના રસી(Vaccine) ની અછતને લઇને પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2021 પહેલાં દેશના તમામ નાગરિકોને રસી(Vaccine) આપવી તે સંપૂર્ણ પણે ખોટું છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર   માત્ર પાયાવિહોણી વાતો કરી રહી છે. કેન્દ્રએ રાજ્યો માટે રસી ખરીદવી જોઈએ અને તે બધાને મફતમાં આપવી જોઈએ.

પશ્ચિમ બંગાળના સીએમ Mamata Banarjee એ મોદી સરકાર આક્ષેપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કોરોના વેક્સિનનો જરૂરી જથ્થો નથી મોકલતી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડિસેમ્બર 2021 સુધીમાં દરેકને રસી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે દેશમાં વેક્સિન પાત્ર તમામ લોકોને વર્ષના અંત સુધીમાં કોરોના રસી(Vaccine) લાગી જશે.

તેમણે કહ્યું હતું કે “સરકારે ડિસેમ્બર (2021) ના અંત સુધીમાં અને તમામ ફાર્મા કંપનીઓ સાથે વાત કર્યા પછી 250 કરોડ રસી ડોઝના ઉત્પાદન માટે કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. સ્પુટનીક-વીના ગઈકાલે 30 લાખ ડોઝ હૈદરાબાદ પહોંચ્યા છે. જયારે ફાઈઝર અને જહોનસન એન્ડ જહોનસનની રસી માટે ચર્ચા ચાલી રહી છે.

નાગરિકોને રસી આપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે

તેમજ અન્ય દેશોની તુલનામાં તેના નાગરિકોને રસી આપવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. અમે આયાત નિયમોને સરળ બનાવ્યા છે જેથી ખાનગી હોસ્પિટલો રસી આયાત કરી શકે. રસીકરણ ડ્રાઇવ આગામી 7-8 મહિના સુધી ચાલશે. તેમજ દરેક લોકોને રસી આપવામાં આવશે.

સીએમ પટનાયકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર

ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને કોરોના પડકારો વચ્ચે ખુદ કેન્દ્ર પાસેથી જ રસીની ખરીદી અંગે સહમતિ માંગી છે. પટનાયકે જણાવ્યું હતું કે તેઓએ કેટલાક મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમની સાથે તેમના મંતવ્યો શેર કર્યા હતા. કોઈ પણ રાજ્ય સલામત નથી ત્યાં સુધી અને જ્યાં સુધી રસીકરણ ઝડપથી કરવામાં નહીં આવે.

રસીકરણ પ્રોગ્રામ રાજયો પર છોડી દેવો જોઇએ

ઓરિસ્સાના મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં, શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે ભારત સરકારે રસી લેવી જોઈએ અને રાજ્યોમાં તેનું વિતરણ કરવું જોઈએ જેથી આપણા નાગરિકો વહેલી તકે રસી મેળવી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસીકરણ પ્રોગ્રામ રાજયો પર છોડી દેવો જોઇએ. રાજ્ય સરકાર તેની સિસ્ટમ મુજબ રસી આપશે.

Published On - 6:46 pm, Wed, 2 June 21

Next Article