મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા સદનમાં સર્જાયા અનોખા દૃશ્યો

|

Nov 30, 2019 | 10:42 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એકબીજાને ગળે લાગ્યા હતા. ઉદ્ધવે ફડણવીસને ગળે લગાવ્યા હતા. જે બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સ્થાન લીધુ હતું. જો કે, ચર્ચાની શરૂઆતમાં જ ભાજપ ધારાસભ્યોએ હોબાળો શરૂ કરી દીધો હતો. અને બહુમત પરીક્ષણની વચ્ચે જ […]

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરે સરકાર પાસઃ ફ્લોર ટેસ્ટ પહેલા સદનમાં સર્જાયા અનોખા દૃશ્યો

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એકબીજાને ગળે લાગ્યા હતા. ઉદ્ધવે ફડણવીસને ગળે લગાવ્યા હતા. જે બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સ્થાન લીધુ હતું. જો કે, ચર્ચાની શરૂઆતમાં જ ભાજપ ધારાસભ્યોએ હોબાળો શરૂ કરી દીધો હતો. અને બહુમત પરીક્ષણની વચ્ચે જ ભાજપે વોક-આઉટ કરી દીધુ હતું.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારનો ફ્લોર ટેસ્ટ, ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સભાની શરૂઆત થતા ફડણવીસે કહ્યું કે, વંદે માતરમના ગાનથી સભાની શરૂઆત કેમ કરવામાં આવી નહીં. અને નિયમોની વિરુદ્ધ સદન બોલાવવામાં આવ્યું છે. સત્રમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે શપથ લેવામાં આવી તેના પર પણ વિરોધ છે. સ્પીકરે કહ્યું કે, સદન બહાર શુ થયું તેના પર વાત ન કરવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મને બંધારણ પર વાત કરવાનો અધિકાર છે. અને જો એવું નથી તો અહીંયાં બેસવાની મારા જરૂર નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:38 am, Sat, 30 November 19

Next Article