મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ઃ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચશે

|

Nov 03, 2019 | 5:52 PM

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ છે. પરંતુ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો NCPના અધ્યક્ષ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મળશે. મતલબ નેતાઓની નેતાગીરી સાથે બેઠક યોજાશે. આ પણ વાંચોઃ તાલાલામાં જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રામાં ફાયરિંગનો […]

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ઃ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચશે

Follow us on

મહારાષ્ટ્રમાં નવી સરકાર માટે દંગલ યથાવત્ છે. પરંતુ દંગલના ખેલાડીઓ એક સાથે દિલ્હીમાં પહોંચી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો NCPના અધ્યક્ષ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મળશે. મતલબ નેતાઓની નેતાગીરી સાથે બેઠક યોજાશે.

આ પણ વાંચોઃ તાલાલામાં જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રામાં ફાયરિંગનો VIDEO વાઈરલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે, માહિતી એવી આપવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં માવઠાના કારણે ખેતીમાં નુકસાનના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરવાના છે. અને રાહતની માગ સાથે આ દિલ્હીની મુલાકાત છે. જો કે રાજનીતિક ચર્ચા એવી છે કે, સરકાર ગઠન કરવાના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ મુલાકાત કરવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ NCPના અધ્યક્ષ સોમવારે દિલ્હી જઈ રહ્યા છે. સૂત્રોની માહિતી પ્રમાણે શરદ પવાર 11 કલાકે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. જો કે આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત વચ્ચે કોઈ આધિકારીક માહિતી સામે આવી નથી. જો કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તો મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉત અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં સરકાર બનશે અને ક્યારે બનશે….કોણ બનાવશે…શું પહેલી વખત કોંગ્રેસ અને શિવસેના એક સાથે આવશે. કે તમામ ડ્રામા બાદ શિવસેના અને ભાજપ શાંતિથી એકસાથે આવીને સરકાર બનાવશે. અને લોકો આ ડ્રામા પણ ભૂલી જશે. તે આગામી સમયમાં જાણ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:40 pm, Sun, 3 November 19

Next Article