ભાજપે અભિનેતા વિવેક ઑબરોયને સ્ટાર પ્રચારક બનાવ્યા પણ હવે વિવેક ઑબરોયે પ્રચાર કરવાની જ ના પાડી દીધી
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે વિવેક ઑબરોયને પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા હતા અને તેમનું નામ પણ યાદીમાં જાહેર કરી દીધું હતું. હાલમાં ટીવી-9 સાથેની વાતચીતમાં વિવેક ઑબરોયે કહ્યું કે તે ભાજપનો પ્રચાર નહીં કરે અને ભાજપના કોઈ કેમ્પેઈનમાં પણ નહીં જોડાઈ. વડાપ્રધાન મોદીની બાયોપીકમાં વિવેક ઑબરોય નરેન્દ્ર મોદીનો અભિનય કરી રહ્યાં છે. હવે પીએમ મોદી બાયોપીક […]

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે વિવેક ઑબરોયને પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા હતા અને તેમનું નામ પણ યાદીમાં જાહેર કરી દીધું હતું. હાલમાં ટીવી-9 સાથેની વાતચીતમાં વિવેક ઑબરોયે કહ્યું કે તે ભાજપનો પ્રચાર નહીં કરે અને ભાજપના કોઈ કેમ્પેઈનમાં પણ નહીં જોડાઈ.
વડાપ્રધાન મોદીની બાયોપીકમાં વિવેક ઑબરોય નરેન્દ્ર મોદીનો અભિનય કરી રહ્યાં છે. હવે પીએમ મોદી બાયોપીક હાલ વિવાદમાં છે અને વિપક્ષોએ તેને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દીધી છે. આ બાબતે પણ વિવેક ઑબરોયે પ્રહારો કર્યા હતા.
ટીવી-9 સાથે શનિવારના રોજ થયેલી મુલાકાતમાં વિવેક ઑબરોયે ભાજપનો પ્રચાર કરવાની વાતને નકારી દીધી હતી. આમ વિવેક ઑબરોયે ભાજપ માટે પ્રચાર કરવાની ના પાડી દીધી છે. તેમણે ભાજપમાં જોડાવા અંગે પણ ના પાડી દીધી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]