લોકસભા 2019ની ચૂંટણીની સૌથી મોટી ખબર! પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠકથી લડી શકે છે ચૂંટણી: સૂત્ર

|

Apr 13, 2019 | 1:10 PM

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મૂજબ પ્રિયંકા ગાંધી પોતે જ વારાણસીથી ચૂંટણી લડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેઓએ ચૂંટણી લડવા માટે હા પાડી છે પરંતુ તેનો અંતિમ નિર્ણય તો પાર્ટી અધ્યક્ષ અને તેમના ભાઇ રાહુલ ગાંધી અને સોનિયા […]

લોકસભા 2019ની ચૂંટણીની સૌથી મોટી ખબર! પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠકથી લડી શકે છે ચૂંટણી: સૂત્ર

Follow us on

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મૂજબ પ્રિયંકા ગાંધી પોતે જ વારાણસીથી ચૂંટણી લડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેઓએ ચૂંટણી લડવા માટે હા પાડી છે પરંતુ તેનો અંતિમ નિર્ણય તો પાર્ટી અધ્યક્ષ અને તેમના ભાઇ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જ લેશે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા ગાંધી વધારે સક્રિય બની કામ કરી રહ્યા છે અને ઉત્તર પ્રદેશમાં સતત રોડ શૉ, રેલીઓ અને જનસભા કરીને પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીના એક કાર્યકરે કરેલા પ્રશ્નના જવાબમાં પણ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રચારની શરૂઆત પ્રયાગરાજથી બનારસ સુધીની બોટ યાત્રાથી કરી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

TV9 Gujarati

 

29 માર્ચે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશમાં તો બહુ ફર્યા પરંતુ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના એક પણ ગામમાં નથી ગયા. નરેન્દ્ર મોદી જો કોઇ ગામમાં જ ના ગયા હોય તો તેનો વિકાસ કેવી રીતે કરશે?  આવો પ્રશ્ન તેમણે કર્યો હતો. આમ, આ પરથી લાગી રહ્યુ છે કે પ્રિયંકા ગાંધીની ઈચ્છા વારાણસીથી ચૂંટણી લડી અને જો જીત મળે તો ત્યાંના લોકોનો વિકાસ કરવાની છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article