કોંગ્રેસના નેતાની ચૂંટણી પહેલા જ સરકારી અધિકારીઓને ધમકી , કહ્યું ‘અમારી સરકાર બનશે તો સસ્પેન્ડ કરી દઈશું’!

|

Apr 18, 2019 | 2:31 PM

લોકસભાની ચૂંટણીઓ પુરી પણ થઈ નથી અને અમુક નેતાઓ પોતાને જીતેલા જ માનીને સરકારીને અધિકારીઓને જાહેરમંચથી ધમકાવવા લાગ્યા છે. હરિયાણાના ફતેહાબાદ ખાતે કોંગ્રેસના નેતાએ ખુલ્લેઆમ જ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી છે. કોંગ્રેસ નેતા અશોક તંવર હજી તો ચૂંટણી જીત્યા પણ નથી અને પોતાનો પાવર બતાવવા લાગ્યા છે. બુધવારના રોજ ફતેહાબાદ ખાતે એક […]

કોંગ્રેસના નેતાની ચૂંટણી પહેલા જ સરકારી અધિકારીઓને ધમકી , કહ્યું અમારી સરકાર બનશે તો સસ્પેન્ડ કરી દઈશું!

Follow us on

લોકસભાની ચૂંટણીઓ પુરી પણ થઈ નથી અને અમુક નેતાઓ પોતાને જીતેલા જ માનીને સરકારીને અધિકારીઓને જાહેરમંચથી ધમકાવવા લાગ્યા છે.

હરિયાણાના ફતેહાબાદ ખાતે કોંગ્રેસના નેતાએ ખુલ્લેઆમ જ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી છે. કોંગ્રેસ નેતા અશોક તંવર હજી તો ચૂંટણી જીત્યા પણ નથી અને પોતાનો પાવર બતાવવા લાગ્યા છે. બુધવારના રોજ ફતેહાબાદ ખાતે એક સંમેલનમાં તેઓએ જાહેર મંચથી કહ્યું કે જે દિવસે તે ફતેહાબાદ આવે છે તે દિવસે વિજળીના કર્મચારીઓ વિજળીના સપ્લાય પર જ કાપ મૂકી દે છે. હાલના વિજળી અધિકારીઓના નામ લખી લો, અમારી સરકાર આવવાની સાથે સૌથી પહેલાં આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે.

 

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

અશોક તંવરે વધુમાં કહ્યું કે જ્યારે પણ હું ફતેહાબાદ આવું છું ત્યારે તેઓ વિજળી કાપી નાખે છે. આજે પણ વિજળી કાપી નાખેલી છે અને કાર્યક્રમ જનરેટરના લીધે ચાલી રહ્યો છે. આવા કર્મચારીઓના બધા જ કનેક્શન કાપી નાખવામાં આવશે અને તેમની લાંચના પણ કનેક્શન કાપી નાખીને તેમના દાણાપાણી જ બંધ કરી દેવાશે.

આમ અમુક નેતાઓના ચૂંટણી જીત્યા પહેલાં જ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યાં છે અને પોતાનો ખોટો રોફ બતાવી રહ્યાં છે અને કોઈ જ હોદ્દા વગર સરકારના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત કરી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article