LOCKDOWN : શું દેશવ્યાપી લોકડાઉનમાં અડચણરૂપ બની રહી છે આ રાજકીય ગતિવિધિઓ ?

|

Apr 20, 2021 | 5:33 PM

LOCKDOWN : નિષ્ણાંતો દેશભરમાં લોકડાઉન લાગુ કરવાની જરૂરિયાત જણાવી રહ્યા છે, પણ આ રાજકીય ગતિવિધિઓ લોકડાઉનમાં અડચણરૂપ બની રહી છે.

LOCKDOWN : શું દેશવ્યાપી લોકડાઉનમાં અડચણરૂપ બની રહી છે આ રાજકીય ગતિવિધિઓ ?
FILE PHOTO

Follow us on

LOCKDOWN : કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસોને જોતાં દિલ્હી, ઝારખંડ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યા છે તો અન્ય રાજ્યોમાં નાઈટ કર્ફ્યું સહીતના કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો દેશભરમાં લોકડાઉન લાગુ કરવાની જરૂરિયાત જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે દેશવ્યાપી લોકડાઉનમાં રાજકીય ગતિવિધિઓ અડચણરૂપ બની રહી છે, જેના કારણે કેન્દ્ર સરકાર આ વખતે કડક પગલા ભરવામાં સમર્થ નથી?

બંગાળમાં ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે
દેશવ્યાપી LOCKDOWN લાદવામાં સૌથી મોટી રાજકીય સમસ્યા પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી છે, જ્યાં આઠ તબક્કાના મતદાનમાં 5 તબક્કા પૂર્ણ થયા છે અને ત્રણ મતદાન યોજાવાના બાકી છે. જો દેશભરમાં લોકડાઉન લાદવામાં આવે તો બંગાળના બાકીના ત્રણ તબક્કાઓએ 22, 26 અને 29 એપ્રિલની ચૂંટણી મોકૂફ રાખવી પડશે, જે અત્યારે શક્ય નથી. ચૂંટણીપંચે સ્પષ્ટ કહ્યું હતું કે ન તો બંગાળની ચૂંટણી ટૂંકી કરી શકાય છે અને ન તો બાકીના પગલાં એક સાથે કરવાની કોઈ યોજના છે. આવી સ્થિતિમાં બંગાળની ચૂંટણીના અંત પહેલા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરી શકાતો નથી.

ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણીના બે તબક્કા
ઉત્તરપ્રદેશ પંચાયતની ચૂંટણીના કુલ ચાર તબક્કાઓમાંથી, બે તબક્કાની ચૂંટણી યોજાઈ ગઈ છે, જ્યારે બે તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે. જે પૈકી 26 એપ્રિલના ત્રીજા તબક્કા માટે 20 જિલ્લાઓ અને ચોથા તબક્કા માટે 29 એપ્રિલના રોજ 17 જિલ્લામાં પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું બાકી છે. કોરોના સંકટને કારણે ચૂંટણી મોડી થઈ રહી છે. એક રીતે રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓની પૂર્ણાહુતિ પહેલા LOCKDOWN લાદવાનું પગલું ભરવું મુશ્કેલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પોંડીચેરી વિધાનસભાની ચૂંટણીઓની ગણતરી 2 મેના રોજ એક સાથે થવાની છે. બંગાળ સિવાય અન્ય રાજ્યોની ચૂંટણી પુરી થઈ છે. આવા કિસ્સામાં જો દેશવ્યાપી LOCKDOWN કરવાનું નક્કી કરવામાં આવે તો પાંચ રાજ્યોમાં મતગણતરી કેવી રીતે થશે. મતગણતરી દરમ્યાન મતગણતરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ, ઉમેદવારોના ગણતરી એજન્ટો પણ હોય છે, જે મતગણતરી કેન્દ્રની અંદર મત ગણતરી પર નજર રાખે છે. આવી સ્થિતિમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓની ગણતરી દેશ પર LOCKDOWN લાદવાની રીતે સૌથી મોટી સમસ્યા બની રહી છે.

પેટાચૂંટણીઓની મત ગણતરી
દેશના પાંચ રાજ્યો તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ છે. રાજસ્થાનના ત્રણ, કર્ણાટકના બે અને મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મિઝોરમ, નાગાલેન્ડ અને ઓડિશામાં એક-એક બેઠક પર યોજવામાં મતદન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એક-એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવી છે, જ્યાં 2 મેના રોજ મતગણતરી થવાની છે. આવી સ્થિતિમાં પેટા ચૂંટણીઓની ગણતરી થાય તે પહેલા સરકાર માટે દેશવ્યાપી LOCKDOWN કરવું મુશ્કેલ છે.

બિહારમાં પંચાયતની ચૂંટણી માટેની તૈયારી
રાજ્ય ચૂંટણીપંચ બિહારમાં પંચાયતની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણીપંચ વચ્ચે સંમતિ સધાઈ છે કે પંચાયતની ચૂંટણીઓ એક જ ઈવીએમથી લેવામાં આવશે, જ્યાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લેવામાં આવી હતી. મતદાર યાદીનું અંતિમ પ્રકાશન પંચાયતને લઈને કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણીપંચે પણ મતદાન મથકોની પસંદગીને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં પંચાયતની ચૂંટણીની સૂચના કોઈપણ દિવસે જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીપંચ અને રાજ્ય સરકાર બિહારમાં પંચાયતની ચૂંટણી માટે જે રીતે તૈયારી કરી રહ્યા છે તે જોતા રાષ્ટ્રવ્યાપી LOCKDOWN કરવું મુશ્કેલ છે.

Published On - 5:29 pm, Tue, 20 April 21

Next Article