લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

|

May 17, 2019 | 5:23 PM

રવિવારે 19મેના રોજ છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે અને આ મતદાન પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મેના રોજ જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ચૂક્યાં છે અને હવે માત્ર 59 સીટ પર જ મતદાનની પ્રક્રિયા બાકી છે જે પણ રવિવારના રોજ પૂર્ણ થઈ જશે. સાતમાં ચરણનો પ્રચાર પણ […]

લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

Follow us on

રવિવારે 19મેના રોજ છેલ્લા સાતમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે અને આ મતદાન પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મેના રોજ જાહેર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ચૂક્યાં છે અને હવે માત્ર 59 સીટ પર જ મતદાનની પ્રક્રિયા બાકી છે જે પણ રવિવારના રોજ પૂર્ણ થઈ જશે. સાતમાં ચરણનો પ્રચાર પણ પુરો થઈ ગયો છે. છેલ્લાં તબક્કામાં પણ દિગ્ગજો નેતાઓની કિસ્મત દાવ પર છે જેમાં ખાસ કરીને હાઈપ્રોફાઈલ સીટ વારાણસીનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કામાં  વારાણસીથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ક્યાં દિગ્ગજો છે મેદાનમાં?

 

 

કોંગ્રેસ ઉમેદવાર શત્રુઘ્ન સિંહા

છેલ્લા તબક્કાના મતદાનમાં જે દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે તેમાં પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંબ બાદલનો સમાવેશ થાય છે જે ફિરોજપુર ખાતેથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેમની પત્ની હરસિમરત કૌર પણ ભટિંડા સીટ પરથી લડી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અમૃતસરની સીટ પરથી મેદાને છે અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ બાદની પત્ની પ્રણીત કૌર પણ પટિયાલા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

TV9 Gujarati

 

 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

ત્રણ વખત સાંસદ રહી ચૂકેલાં અનુરાગ ઠાકોર હિમાચલપ્રદેશની હમીરપુર, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન દુમકાથી તો પૂર્વ કેન્દ્રીય મંત્રી પી કે બંસલ ચંડીગઢની સીટ પરથી પોતાનું રાજકીય ભાવિ અજમાવી રહ્યાં છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થી આ રીતે જોઈ શકશે પોતાનું RESULT

ભોજપુરી અભિનેતા રવિકિશન

પંજાબની ગુરદાસપુર સીટ પરથી અભિનેતા સની દેઓલ મેદાનમાં છે તો રવિ કિશન પણ ગોરખપુર સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. પંજાબની પટના સાહિબ લોકસભાની સીટ પર જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અહીંથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા મેદાનમાં છે. જે પટના સાહિબથી સાંસદ હતા અને ભાજપમાંથી છેડો ફાડીને આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article