AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himanta Biswa Sarma : એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા નેતાને ભાજપે બનાવ્યા આસામના મુખ્યપ્રધાન, જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા

Himanta Biswa Sarma : જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા, જેમને આસામના ચાણક્ય કહેવામાં આવે છે.

Himanta Biswa Sarma : એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા નેતાને ભાજપે બનાવ્યા આસામના મુખ્યપ્રધાન, જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા
FILE PHOTO
| Updated on: May 09, 2021 | 5:41 PM
Share

Himanta Biswa Sarma : આસામમાં ભાજપે સતત બીજી વાર સત્તા મેળવી છે અને આ વખતે ભાજપે સર્વાનંદ સોનોવાલને હટાવી હેમંત બિસ્વા સરમાને મુખ્યપ્રધાન બનાવ્યા છે. એક સમયે પ્રખર કોંગ્રેસી રહેલા હેમંત બિસ્વા સરમાને ભાજપે આસામના મુખ્યપ્રધાન બનાવ્યા છે. આવો જાણીએ કોણ છે હેમંત બિસ્વા સરમા, જેમને આસામના ચાણક્ય કહેવામાં આવે છે.

2015માં છોડી હતી કોંગ્રેસ Himanta Biswa Sarma એ વર્ષ 2015માં કોંગ્રેસ છોડી હતી. તેમણે રાહુલ ગાંધી પર અવગણના કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેઓ રાહુલ ગાંધીને મળવા ગયા ત્યારે કોંગ્રેસના નેતા કરતા રાહુલ ગાંધી તેમના કૂતરા પર વધુ કેન્દ્રિત કરી રહ્યા હતા.

એકવાર સરમાએ પોતે જ ટ્વીટ કર્યું કે જ્યારે રાહુલ આસામના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેઓ વાતચીત કરવા માંગતા હતા, ત્યારે રાહુલ તેમના પાલતુ કૂતરાને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા. સરમાએ કહ્યું હતું કે તેમણે આ કારણે જ કોંગ્રેસ પાર્ટી છોડી હતી.

1980માં રાજકારણમાં પ્રવેશ કર્યો Himanta Biswa Sarmaની રાજકીય કારકીર્દીની શરૂઆત 1980 માં થઈ, જ્યારે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) માં જોડાયા હતા. 1981 માં AASU પર કાર્યવાહી શરૂ થઈ. આ સમય દરમિયાન સરમાને પ્રેસ સુધી જાહેરાતો અને અન્ય વસ્તુઓ મોકલવાની જવાબદારી મળી હતી. થોડા વર્ષો બાદ તેમને AASUના ગુવાહાટી એકમના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસમાં હતા ત્યારે હેમંત બિસ્વા સરમાએ આસામ સરકારમાં શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, યોજના અને વિકાસ, PWD અને નાણાવિભાગ જેવા અગત્યના વિભાગો સંભાળ્યા હતા. જો કે તત્કાલીન મુખ્યપ્રધાન તરુણ ગોગોઈ સાથેના અણબનાવટને કારણે આખરે સરમા વિધાનસભાની ચૂંટણી પહેલા 2016માં ભાજપમાં જોડાયા હતા.

કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી ડીગ્રી મેળવી છે Himanta Biswa Sarma નો જન્મ 1 ફેબ્રુઆરી 1969 માં થયો હતો. તેમના પિતાનું નામ કૈલાશ નાથ સરમા અને માતાનું નામ મૃણાલિની દેવી છે. સરમાએ પ્રારંભિક શિક્ષણ ગુવાહાટીની કામરૂપ એકેડમી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેણે સરકારી લો કોલેજમાંથી LLB નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી ડીગ્રી મેળવી હતી. સરમાએ 1996 અને 2001 ની વચ્ચે ગુવાહાટી હાઇકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી હતી.

સરમાએ 2001 માં રિકી ભુયાન સાથે લગ્ન કર્યા હતા. સરમા અને તેની પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે. વર્ષ 2017 માં સરમા બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા.

આ પણ વાંચો :  હેમંત બિસ્વા સરમા બનશે આસામના નવા મુખ્યમંત્રી, વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">