પેટા ચૂંટણી મામલે ભાજપનો આંતરિક રીપોર્ટ ચોંકાવનારો, જાણો BJPને કેટલી સીટ મળી શકે છે?

|

Sep 25, 2020 | 6:13 PM

કિંજલ મિશ્રા | અમદાવાદ,  પેટા ચૂંટણી પહેલાં જ ભાજપમા આંતરિક કલહ ચરમસીમા એ છે જેનું કારણ સંગઠન અને સરકારમાં પક્ષ પલટુઓને  સરકાર અને  સંગઠનમાં સતત મળી રહેલુ સ્થાન છે. જો કે ભાજપ માટે આ બાબત કોઈ નવી નથી પરંતુ  હવે જાણે ભાજપના પાયાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની હવે ધીરજ ખુટી છે અને ભાજપમાં જે ચીલો ચાતરી […]

પેટા ચૂંટણી મામલે ભાજપનો આંતરિક રીપોર્ટ ચોંકાવનારો, જાણો BJPને કેટલી સીટ મળી શકે છે?

Follow us on

કિંજલ મિશ્રા | અમદાવાદ,  પેટા ચૂંટણી પહેલાં જ ભાજપમા આંતરિક કલહ ચરમસીમા એ છે જેનું કારણ સંગઠન અને સરકારમાં પક્ષ પલટુઓને  સરકાર અને  સંગઠનમાં સતત મળી રહેલુ સ્થાન છે. જો કે ભાજપ માટે આ બાબત કોઈ નવી નથી પરંતુ  હવે જાણે ભાજપના પાયાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોની હવે ધીરજ ખુટી છે અને ભાજપમાં જે ચીલો ચાતરી દેવાયો છે. જેનો હવે બંડ પોકારવાની શરૂઆત થઈ ગઈ હોય એવુ લાગી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો ભાજપ દ્વારા 8 બેઠક પર આંતરિક સર્વે કરવામા આવ્યો છે અને તેના અહેવાલે ભાજપમાં જ ચિંતા વધારી છે.

સૂત્રો મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 8 બેઠકમાંથી 5 બેઠક પર તો ભાજપને  ફરી હારનો સામનો કરવો પડશે એવા અહેવાલ મળી રહ્યાં છે અને તે પાર્ટી માટે ચિંતાનો વિષય છે. જો કે નવાઈની વાત એ છે કે આ હારનું  કારણ ખુદ ભાજપનો જ આંતરિક વિરોધ બનશે એવું પણ જાણવા મળી રહ્યું છે. આ કારણે પાર્ટીની મુુંઝવણ વધુ ઘેરી બની છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભાજપના 8 બેઠક પર નિમણૂ કરાયેલા ઈન્ચાર્જની વિગત

જો કે ગઢડા અને લિંબડીને બાદ કરતાં પાર્ટીએ કોંગ્રસના જ આયાતી ઉમેદવારોને આ વખતે ટીકીટ આપવાનું મન બનાવી લીધું હોવાની વાત વહેતી થઈ છે. આથી ધારી, મોરબી, કરજણ અને કપરાડામાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. સૂત્રો મુજબ તો આ વિધાનસભામાં માત્ર કાર્યકર્તાઓ જ નહી પરંતુ વર્ષ 2017માં બેઠક પર ચૂંટણી લડી ચૂકેલો ભાજપના ઉમેદવારો અને તેમના સમર્થકોમાં અસંતોષ ચરમસીમાએ છે જે ચૂંટણીમાં ભાજપને જ નુકસાન પહોંચાડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સૂત્રોથી પ્રાપ્ત વિગત અનુસાર ગત સપ્તાહ ધારી બેઠક માટે ભાજપની સ્થાનિક સ્તરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે. વી. કાકડીયા પણ ઉપસ્થિત હતા ત્યારે તેમણે આગામી ચુંટણીમાં સાથે રહેવા અને જીતાડવા અપીલ કરી હતી. જો કે આ બેઠકમાં ભાજપના એક સિનિયર આગેવાને પોતાની વાત રજૂ કરતાં ગત ચૂંટણીમાં પણ ભાજપના જ કાર્યકર્તાઓએ એમને જીતાડ્યા હતા એવું કહેતા અચાનક સોપો પડી ગયો હતો. આમ તો અમરેલી જિલ્લાનું રાજકારણ પહેલાંથી જ અઘરું રહ્યું છે. જિલ્લાના 3 દિગ્ગજ નેતાઓ માટે કાયમ  વર્ચસ્વની લડાઈ આંતરિક રીતે ચાલતી રહે છે અને કદાચ તેના કારણે જ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના એ જિલ્લાના ત્રણ પૈકી 2 નેતા હારી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાત જો મોરબીની કરવામાં આવે છે સતત 5 ટર્મથી જીતતા ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની બદલે બ્રિજેશ મેરજાને આ વખતે પાર્ટીએ જે રીતે ચૂંટણીમાં લડાવવાનું મન બનાવી લીધુ છે. કાંતિ અમૃતિયા પણ અંદરખાને પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે. સૂત્રો મુજબ પોતાના વિસ્તારમાં ત્યાં સુધી કહીં દીધુ છે કે બ્રિજેશ મેરજા પાર્ટીની પસંદગી છે.  મારી નહીં…સાથે જ મોરબીના કાંતિ અમૃતિયાના ઉમેદવાર બનાવવાના પોસ્ટર પણ સોશિયલ મીડીયામાં ફરતાં થયા છે. કરજણ વિધાનસભામાં પણ ગત વખતે નજીવા વોટથી ભાજપના સતિષ પટેલની હાર થઈ હતી. જો કે આ વખતે આ જ બેઠક પર સતિષ પટેલને હરાવનાર અક્ષય પટેલને જ ભાજપનો ચહેરો બનાવવાની તજવીજના કારણે આ વિસ્તારમા પણ ભડકો થયો છેે.

વાત કપરાડાની કરવામાં આવે તો ભાજપને સમય સાથે વોટ રેશિયો વધ્યો છે. ગત ચૂંટણીના જીતુ ચૌધરી માત્ર બેલેટના વોટ ગણતરીના કારણે 300 વોટથી વિજયી થયા હતા. આ વખતે આ બેઠક પર ભાજપ પોતે જીતુ ચૌધરીને હવે ચહેરો બનાવવાની તજવીજમાં છે. જેના કારણે મધુભાઈ રાઉત અને એમના સમર્થકોમાં પણ નારાજગી છે. આ નારાજગીથી વિસ્તારમાં પણ અસર થઈ શકે છે. ભાજપની નિરીક્ષકોની ટીમે જે તે વિધાનસભાની મુલાકાત લઈ લીધી છે. ચૂંટણી  નિરીક્ષકો સાથેની બેઠકમાં પણ  તમામ વિધાનસભામાં વિરોધના સૂર ઉઠ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેના કારણે નિરિક્ષકો દ્વારા તમામ મામલે વિગતવાર રીપોર્ટ પર સંગઠન અને સરકારમાં સોંપવામા આવ્યો છે. આ સપ્તાહમાં રીવ્યુ બેઠક પણ યોજાશે. આ બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રો કહી રહ્યાં છે કે ભાજપની 4થી 5 સીટ પર અત્યારે સ્થિતિ કપરી છે. હાલમાં ભાજપના નિરીક્ષકો જે તે વિધાનસભા વિસ્તારમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી આવ્યા છે તેનો રિપોર્ટ પણ તૈયાર કરી લીધો છે અને પ્રદેશકક્ષાના નિરીક્ષક શંકર ચૌધરી અને ભાર્ગવ ભટ્ટની અધ્યક્ષતામાં આ બેઠકમાં તેના પર ચર્ચા પણ થનાર છે. આ પછી આગામી રણનીતિ તૈયાર કરી તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં ભાજપ આ તમામ બેઠક પર ડેમેજ કંટ્રોલ કરશે સાથે જ આક્રમક મુદ્દા પર પ્રચાર કરશે.  કેટલીક બેઠક પર ભાજપને ઓછું મતદાન થાય તો ફાયદો થઈ શકે છે કારણ કે એ બેઠક પર વધારે મતદાર કોંગ્રેસના છે. જો કોરોનાના કારણે મતદારો બહાર ન નીકળે તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે. આમ ભાજપ આગામી સમયમાં યોજાનાર રીવ્યુ બેઠકમાં પોતાની નવી રણનીતી તૈયાર કરશે અને ચૂંટણી દરમિયાન તમામ બેઠક જીતવા પ્રયાસ કરશે.

Published On - 12:44 pm, Tue, 7 July 20

Next Article