ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે

|

Feb 23, 2020 | 11:10 AM

અમેરિકા અને ભારત વચ્ચે મિત્રતાનો એક નવો અધ્યાય શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ વર્ષ 1959થી આ મુલાકાત અને મિત્રતાની પરંપરા ચાલુ છે. આ વાતની જાણ બહુ ઓછા લોકોને હશે. અમેરિકાની સત્તા પર બેસનારા અનેક રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવી ગયા છે. તો વર્ષ 2020માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના દિવસે પત્ની મેલાનિયાની સાથે […]

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે

Follow us on

અમેરિકા અને ભારત વચ્ચે મિત્રતાનો એક નવો અધ્યાય શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ વર્ષ 1959થી આ મુલાકાત અને મિત્રતાની પરંપરા ચાલુ છે. આ વાતની જાણ બહુ ઓછા લોકોને હશે. અમેરિકાની સત્તા પર બેસનારા અનેક રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવી ગયા છે. તો વર્ષ 2020માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના દિવસે પત્ની મેલાનિયાની સાથે બે દિવસના પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. સૌ પ્રથમ અમદાવાદ અને પછી આગ્રા ખાતે તાજમહેલને નિહાળવા પહોંચશે. પરંતુ આ પહેલા અમેરિકાના કેટલા રાષ્ટ્રપ્રમુખ સત્તા પર કાયમ હતા અને ભારત આવ્યા છે. આ વાતથી તમને અમે આજે અવગત કરાવીશું.

ડી.આઈજનહાવર (વર્ષ-1959)

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સૌ પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડી.આઈજનહાવર ભારતના પ્રવાસે આવ્યા હતા. વર્ષ 1959માં ચાર દિવસના પ્રવાસે તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આઈજનહાવરે દિલ્હીના રામલીલા મેદાન પર સંબોધન કર્યું હતું. સાથે સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધન કર્યું હતું. તો આગ્રા ખાતે તાજમહેલ જોવા પણ ગયા હતા.

રિચર્ડ નિક્સન (વર્ષ-1969)

ડી.આઈજનહાવરના 10 વર્ષ બાદ રિચર્ડ નિક્સન ભારત આવ્યા હતા. જો કે, તેઓ રાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા નહોતા. આ સમયે રિચર્ડ નિક્સન ઉપરાષ્ટ્રપતિના પદ પર હતા. નિક્સન માત્ર 22 કલાકના પ્રવાસે ભારત આવ્યા હતા.

જિમી કાર્ટર (વર્ષ-1978)

જિમી કાર્ટર ભારતના પ્રવાસે આવનારા ત્રીજા રાષ્ટ્રપતિ હતા. જે જાન્યુઆરી 1978માં ભારતના પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ એવા સમયે થયો હતો જ્યારે ઈન્દીરા ગાંધીની હાર અને જનતા પાર્ટીને ભવ્ય જીત મળી હતી.

બિલ ક્લિન્ટન (વર્ષ-2000)

વર્ષ 2000માં બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા હતા. બિલ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જે 5 દિવસના લાંબા પ્રવાસે ભારત આવ્યા હતા. ક્લિન્ટનની સાથે તેમની દિકરી ચેલ્સિયા પણ ભારત આવી હતી. આ સમયે ક્લિન્ટન આગ્રા, હૈદરાબાદ, મુંબઈ, જયપુર અને દિલ્હી ગયા હતા. સાથે સંસદમાં પણ સંબોધન કર્યું હતું. ભારતની મુલાકાત બાદ બિલ પાકિસ્તાન પણ ગયા હતા. પરંતુ માત્ર થોડી કલાક માટે.

 

જૉર્જ ડબ્લ્યુ બુશ (વર્ષ-2006)

બિલ ક્લિન્ટના 6 વર્ષ પછી જૉર્જ બુશ ભારતના પ્રવાસે આવ્યા હતા. અમેરિકાના પ્રથમ મહિલા લારા બુશ પણ સાથે આવ્યા હતા. આ બંને પ્રથમ વખત ભારત આવ્યા હતા. 60 કલાકના પોતાના પ્રવાસમાં તેઓ ભારતમાં આવ્યા હતા. આ સમયે વામપંથી પાર્ટીઓના સમર્થનથી મનમોહન સિંહની સરકારથી ચાલી રહી હતી. જેના કારણે વામપંથી પાર્ટીએ બુશનો વિરોધ કર્યો હતો.

બરાક ઓબામા (વર્ષ 2010 અને 2015)

વર્ષ 2010ના નવેમ્બર મહિનામાં બરાક ઓબામા ભારત આવનારા છઠ્ઠા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. બરાકના પત્ની મિશેલ ઓબામા પણ સાથે હતા. અને તેમણે 26/11ના આતંકી હુમલામાં મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે તેમના પરિવારજનોની પણ મુલાકાત કરી હતી. તો મિશેલ ઓબામાએ બાળકો સાથે ડાન્સ પણ કર્યો હતો. બરાક ઓબામાએ સંસદમાં સંબોધન પણ કર્યું હતું. સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાનું પણ સમર્થન કર્યું હતું. તો 2015માં પણ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે પણ બરાક ભારત આવ્યા હતા. અને ભારતના પ્રજાસત્તાક દિવસે હાજર રહેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા બરાક ઓબામા.

Published On - 10:43 am, Fri, 21 February 20

Next Article