પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે Kiran Bedi ને હટાવાયા, તેલંગાનાના રાજ્યપાલ ટી. સુંદરરાજનને જવાબદારી સોંપાઇ

|

Feb 16, 2021 | 9:57 PM

Pondicherry  માં બદલાતા રાજકીય માહોલ વચ્ચે પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર Kiran Bedi ને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ Kiran Bedi ના સ્થાને  પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનરનો ચાર્જ તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજનને  લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી  સોંપવામાં આવી છે.

પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે Kiran Bedi ને હટાવાયા, તેલંગાનાના રાજ્યપાલ ટી. સુંદરરાજનને જવાબદારી સોંપાઇ
File Photo

Follow us on

Pondicherry  માં બદલાતા રાજકીય માહોલ વચ્ચે પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર Kiran Bedi ને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ Kiran Bedi ના સ્થાને  પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનરનો ચાર્જ તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજનને   સોંપવામાં આવ્યો  છે. સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર આ માહિતી રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ આપી છે.આ ઉપરાંત  આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામાં આપતા કોંગ્રેસની નારાયણસામી સરકાર હાલ અલ્પમતમાં આવી છે.

Pondicherry માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ Pondicherry માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. જેમાં કામરાજ નગર મત વિસ્તારના ધારાસભ્ય એ જોન કુમારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એ. જ્હોનના રાજીનામાથી Pondicherry  માં કોંગ્રેસની સરકાર બહુમતી ગુમાવી દીધો છે. જહોન કુમારે વર્ષ 2019 માં કામરાજ નગરથી પેટા ચૂંટણી જીતી હતી. તેમના રાજીનામાંથી શાસક કોંગ્રેસ પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 10 થઈ છે. કોંગ્રેસને ડીએમકે અને અપક્ષનો ટેકો છે. જ્હોન કુમારે સ્પીકર વી શિવકોલેન્થુને રાજીનામું સુપરત કર્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એ જોન કુમાર ઝડપથી ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યો મલ્લદી કૃષ્ણ રાવ, નમસિવમ અને થેપેનથાને રાજીનામું આપ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. ધારાસભ્યોના રાજીનામા છતાં નારાયણસામીએ સ્પષ્ટ કહ્યું છે કે ગૃહમાં બહુમતી સાબિત કરીશું.

બેઠકોનું ગણિત શું છે.

Pondicherry  માં કોંગ્રેસના ધારાસભ્ય એન ધનવેલુને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં વિધાનસભામાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા 15 થી ઘટીને 10 થઈ ગઈ છે. બીજી તરફ, ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાસે 7 ધારાસભ્યો છે અને એઆઈએડીએમકેના 4 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભાજપના ત્રણ પદાધિકારીઓને વિધાનસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નમસિવમ અને થેપેનથાને ભાજપમાં જોડાયા હતા.

Published On - 9:56 pm, Tue, 16 February 21

Next Article