Kerala Assembly Election Result 2021: પલક્કડ બેઠક પરથી મેટ્રો મેન ઇ. શ્રીધરનની હાર, કોંગ્રેસના શફી પરમબિલની જીત
Kerala Assembly election Result 2021 : કેરળની પલક્કડ બેઠક પરથી ભાજપના ઇ. શ્રીધરનની હાર થઈ છે. જેમાં મેટ્રો પ્રોજેક્ટ્સની ગતિને કારણે મેટ્રો મેન તરીકે ઓળખાતા શ્રીધરન માટે રાજકીય પ્રયોગ સફળ રહ્યો નથી. આ વખતે કેરળમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં ઘણો ભાર મૂક્યો હતો.
Kerala ની પલક્કડ બેઠક પરથી ભાજપના ઇ. શ્રીધરનની હાર થઈ છે. મેટ્રો મેન તરીકે ઓળખાતા શ્રીધરન માટે રાજકીય પ્રયોગ સફળ રહ્યો નથી. આ વખતે કેરળમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં ઘણો ભાર મૂક્યો હતો. Kerala માં મુખ્ય હરિફાઈ કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ અને ડાબેરી મોરચાના એલડીએફ વચ્ચે હતી. જો કે, આ વખતે ભાજપે પણ આ રાજ્યમાં ઘણો ભાર મૂક્યો છે. જેમાં પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના ભાજપે રાજ્યમાં પ્રચાર માટે ઘણા કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા હતા. વર્ષ 2016 માં ભાજપને કેરળમાં 1 બેઠક મળી હતી.
આ વખતે Kerala માં ભાજપને એક્ઝિટ પોલમાં 1 થી 5 બેઠકો મળવાનું અનુમાન હતું. જેમાં એક બેઠક પલક્કડ પણ હતી. અહીંથી ભાજપે ચૂંટણીમાં ઇ. શ્રીધરનને મેદાનમાં ઉતાર્યા હતા. તેમજ મેટ્રો જેવી ગતિએ કેરળને વિકાસના રસ્તે આગળ વધારવાનું વચન આપનાર ઈ શ્રીધરન પ્રથમ વખત ચૂંટણી લડયા હતા. તેમની વિરુદ્ધ કોંગ્રેસના શફી પરંબિલ હતા. વર્ષ 2016માં તેમણે ચૂંટણી ભાજપના શોભા સુરેન્દ્રનને હરાવ્યા હતા. શફી પરમબિલને 2016 માં આ બેઠક પર 41.77 ટકા મતો મળ્યા હતા.