Kerala Assembly Election 2021: કોંગ્રેસના નેતૃત્વમાં UDFએ જાહેર કર્યો મેનિફેસ્ટો, ગરીબોને 5 લાખ આવાસ આપવાનો વાયદો

|

Mar 20, 2021 | 7:33 PM

Kerala Assembly Election 2021:  હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો સખત મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસની આગેવાનીવાળા  યુડીએફએ કેરળ વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

Kerala Assembly Election 2021: કોંગ્રેસના નેતૃત્વમાં UDFએ જાહેર કર્યો મેનિફેસ્ટો, ગરીબોને 5 લાખ આવાસ આપવાનો વાયદો

Follow us on

Kerala Assembly Election 2021:  હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો સખત મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસની આગેવાનીવાળા  યુડીએફએ કેરળ વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. કેરળના તિરુવનંતપુરમમાં આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો.

 

વ્હાઈટકાર્ડ ધારકોને 5 કિલો ચોખા વિના મૂલ્યે આપવાનું વચન 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ મેનિફેસ્ટોમાં તમામ વ્હાઈટકાર્ડ ધારકોને 5 કિલો ચોખા વિના મૂલ્યે આપવાનું અને ગરીબો માટે પાંચ લાખ મકાનો બાંધવાનું વચન આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોને “પીપલ્સ મેનિફેસ્ટો”ના નામથી બહાર પાડવામાં આવ્યો છે. મેનિફેસ્ટોમાં યુડીએફએ વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવે તો તે સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરને સુરક્ષિત રાખવા અને રાજસ્થાનની જેમ શાંતિ અને સૌહાર્દ વિભાગ બનાવશે.

 

સરકારી નોકરી માટે અરજી કરતી મહિલાઓની વયમર્યાદામાં બે વર્ષ છૂટ

આ મેનિફેસ્ટોમાં સરકારી નોકરી માટે અરજી કરતી મહિલાઓની વયમર્યાદામાં બે વર્ષ છૂટ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તેની સાથે 40થી 60 વર્ષ સુધીની ઘરેલું મહિલાઓને દર મહિને પેન્શન તરીકે 2 હજાર રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. કેરળમાં 140 સભ્યોની વિધાનસભા માટે 6 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે કેરળમાં કોંગ્રેસ 92 બેઠકો પર મેદાનમાં છે.

 

1982થી Keralaમાં એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) સત્તા પર પરત ફરી રહ્યા છે. જોકે, આ વલણ માત્ર કેરળમાં જ રહ્યું નથી, તમિલનાડુમાં પણ બે મુખ્ય દ્રવિડ પક્ષો વચ્ચેની સત્તા 32 વર્ષ સુધી બદલાતી રહી. 2016ની ચૂંટણીમાં જયલલિતાની આગેવાની હેઠળના એઆઈએડીએમકેએ સતત બીજી વાર સત્તા મેળવીને આ વલણને તોડ્યું હતું.

 

આ જ રીતે 1993થી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં 5 વર્ષના અંતરે સત્તા પર આવી રહી છે. એક અહેવાલ મુજબ કેરળના બંને અગ્રણી પક્ષો કોંગ્રેસ અથવા સીપીઆઈ (એમ) પાસે તમિળનાડુ અને રાજસ્થાન જેમ એકલું રાજકીય વર્ચસ્વ નથી. આનું સૌથી મોટું કારણ કેરળનું બહુમતીવાદી સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રમાં જુદા જુદા રાજકારણીઓનું સમર્થન હોવાનું છે.

 

140 વિધાનસભા બેઠકો 6 એપ્રિલના રોજ મતદાન 

Kerala વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં એટલે કે એક જ દિવસે 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

 

આ પણ વાંચો: મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

Next Article