આર્ટીકલ 35-Aને લઈને કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીએ આપી કેન્દ્ર સરકારને ખુલ્લી ધમકી

|

Feb 25, 2019 | 3:19 PM

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 35-Aને લઈને ભારતની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણીની તારીખો નજીક આવી રહી છે. કાશ્મીરના નેતાઓ આ આર્ટીકલ 35-Aને લઈને પોતાના નિવેદનો આપી રહ્યા છે. કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ કેન્દ્ર સરકારને કલમ 35-Aને લઈને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે ‘આ કોઈ ધમકી નથી, હું માત્ર સ્પષ્ટ કરી દેવા માગું […]

આર્ટીકલ 35-Aને લઈને કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીએ આપી કેન્દ્ર સરકારને ખુલ્લી ધમકી

Follow us on

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 35-Aને લઈને ભારતની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણીની તારીખો નજીક આવી રહી છે. કાશ્મીરના નેતાઓ આ આર્ટીકલ 35-Aને લઈને પોતાના નિવેદનો આપી રહ્યા છે.

કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ કેન્દ્ર સરકારને કલમ 35-Aને લઈને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે ‘આ કોઈ ધમકી નથી, હું માત્ર સ્પષ્ટ કરી દેવા માગું છું કે આને ધમકી ના સમજવામાં આવે, આ એક ચેતાવણી છે. આર્ટિકલ 35-A સાથે છેડછાટ કરવામાં આવશે તો અહીં અરુણાચલ પ્રદેશ કરતા પણ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ જશે.’

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ મામલે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પાર્ટીના નેતા મહબુબા મુફ્તીએ પણ આર્ટીકલ 35-Aને લઈને પોતાના પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોમવારના રોજ કેન્દ્ર સરકારને ધમકી આપીને કહ્યું કે ‘આગની સાથે ન રમશો. જો તમે આર્ટીકલ 35-Aની સાથે છેડછાટ કરી તો તમને એ જોવા મળશે જે 1947થી અત્યાર સુધી નથી બન્યું. જો તમે કોઈપણ પ્રકારની હરકત કરી તો મને ખબર નથી કે જમ્મુ-કાશ્મીરના લોકો તિરંગાને બદલે બીજા ક્યા રંગનો ઝંડો પકડી લેશે. આર્ટિકલ 35-Aએ કલમ 370નો હિસ્સો છે જે અમને કેટલાક અધિકારો આપે છે.’

[yop_poll id=1808]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article