Karnataka CM બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

|

Jul 27, 2021 | 8:40 PM

Karnataka New Chief Minister બસવરાજ બોમ્મઈ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદુરપ્પાના નજીકના માનવામાં આવે છે. અને તેઓ જનતા પરિવારથી સંબધ રાખતા હોવાનું કહેવાય છે.

Karnataka CM બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન
બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન બનશે.

Follow us on

કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદુરપ્પાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ કર્ણાટકના મુખ્યપ્રધાન પદ માટે અનેક નામ ચર્ચામાં હતા. પરંતુ, લિગાયત ધારાસભ્યોમાંથી બસવરાજ બોમ્મઈની ભાજપના મોવડી મંડળે પસંદગી કરી છે. કર્ણાટક વિધાનસભા ભાજપ પક્ષની મળેલી બેઠકમાં બસવરાજ બોમ્મઈને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદુરપ્પાના નજીકના માનવામાં આવે છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદ પરથી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા સીએમ બનશે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાના રાજીનામા પછી, હવે તમામની નજર, નવા મુખ્ય પ્રધાન કોણ બનશે તે માટે ભાજપ હાઇકમાન્ડ પર હતી. દરમિયાન આજે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા.

કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ પહેલા કર્ણાટકના મહેસૂલ પ્રધાન આર. અશોકે મંગળવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બીએસ યેદિયુરપ્પાના રાજીનામા પછી આગામી 48 કલાકમાં મુખ્યપ્રધાન પદ માટેના નામની ઘોષણા કરશે. અશોકે કહ્યું કે કર્ણાટક પ્રદેશ ભાજપ, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવનારા નિર્ણયનું પાલન કરશે.

અશોકે કહ્યું, “દરેક જણ આકાંક્ષી છે, દરેક મુખ્યપ્રધાન બનવા માંગે છે. પરંતુ ત્યાં એક જ મુખ્યપ્રધાન હોઈ શકે છે. તેથી અમે પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરીશું. દરેક જણ તેના નિર્ણયોનું પાલન કરશે. ” ભાજપ નવા મુખ્ય પ્રધાનના નામની ઘોષણા ક્યારે કરશે તે અંગેના સવાલ પર અશોકે કહ્યું, “રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત એક કે બે દિવસમાં કરવામાં આવશે, પરંતુ આજે વિધાનસભા ભાજપ પક્ષની બેઠક બાદ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાનના નામની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે.

Published On - 8:17 pm, Tue, 27 July 21

Next Article