કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈ કરશે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચાની સંભાવના

|

Jul 30, 2021 | 10:58 AM

બસવરાજ બોમ્મઈએ કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.બસવરાજ બોમ્માઈએ(Basavaraj Bommai )લિંગાયત સમુદાયમાંથી આવે છે અને પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની નજીકના માનવામાં આવી રહ્યા છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈ કરશે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચાની સંભાવના
Basavaraj Bommai (File Photo)

Follow us on

બસવરાજ બોમ્મઇ PM  નરેન્દ્રમોદી સાથે કરશે મુલાકાત

કર્ણાટકના મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ બસવરાજ બોમ્માઇ આજે 30 જુલાઈએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે.દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓને (Central Minister) પણ મળશે. ઉપરાંત આ બેઠકમાં બસવરાજ બોમ્માઇ પાર્ટી હાઇકમાન્ડ (High Command)સાથે ચર્ચા કરીને કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) અંગે ચર્ચા કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

બાસવરાજ બોમ્માઇએ બુધવારે કર્ણાટકના 23 મા મુખ્યમંત્રી(Chief Minister) તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ ભાજપના નેતાઓએ (Bjp Leader) હાજરી આપી હતી. બસાવરાજ બોમ્માઇના પિતા એસ.આર. બોમ્માઇ 1988 માં 281 દિવસ સુધી મુખ્ય પ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો. બોમ્માઇ લિંગાયત સમુદાયના છે અને તેમને યેદિયુરપ્પાની (Yeddyurappa) નજીકના માનવામાં આવે છે. બસવરાજ બોમ્માઇએ રાજકીય કારકિર્દીની (Career)શરૂઆત જેડીયુથી કરી હતી અને બાદમાં તેઓ વર્ષ 2008 માં ભાજપમાં જોડાયા હતા.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે બાસવરાજ બોમ્માઇ 

2008 ની કર્ણાટક રાજ્યની ચૂંટણીમાં બોમ્મઇ હવેરી જિલ્લાના શિગગાંવ મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. બોમ્મઇ મિકેનિકલ એન્જિનિયરિંગમાં(Mechanical engineering)  સ્નાતક છે. ઉલ્લેખનિય છે કે,બીએસ યેદીયુરપ્પાએ સોમવારે રાજીનામું આપ્યા બાદ , ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કર્ણાટકના નવા મુખ્યપ્રધાન (Chief Minister)પદ માટે બાસવરાજ બોમ્માઈના નામ પર મહોર લાગી હતી.

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

આ પણ વાંચો: Maharashtra: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ

Next Article