જુનાગઢમાં પ્રજાના પ્રતિનિધિઓએ કર્યું એવું કામ કે દેશના ગૌરવને લાગી ગયું લાંછન : જુઓ Video
જૂનાગઢ મહાનગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી. ડેપ્યુટી મેયર અને સ્ટૅંડિંગ કમિટીના ચૅરમૅન સહિતના પદાધીકારીઓની વરણી માટે આ બેઠક યોજાઇ હતી કે જેમાં તમામ પદાધિકારીઓને રીપીટ કરાયા હતા. જોકે બોર્ડ પૂર્ણ થતાં જ વિપક્ષના દંડકે હંગામો મચાવ્યો હતો. મહત્વની બાબત એ હતી કે તે વખતે રાષ્ટ્ર ગાન ચાલુ હતું. વિપક્ષના દંડકે દેશના ગૌરવનું પણ ભાન […]

જૂનાગઢ મહાનગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી. ડેપ્યુટી મેયર અને સ્ટૅંડિંગ કમિટીના ચૅરમૅન સહિતના પદાધીકારીઓની વરણી માટે આ બેઠક યોજાઇ હતી કે જેમાં તમામ પદાધિકારીઓને રીપીટ કરાયા હતા.
જોકે બોર્ડ પૂર્ણ થતાં જ વિપક્ષના દંડકે હંગામો મચાવ્યો હતો. મહત્વની બાબત એ હતી કે તે વખતે રાષ્ટ્ર ગાન ચાલુ હતું. વિપક્ષના દંડકે દેશના ગૌરવનું પણ ભાન ન રાખ્યું અને રાષ્ટ્રગાનનું અપમાન થાય તેવું વર્તન કર્યું.
પદાધિકારીઓની વરણી માટેની બેઠક પૂર્ણ થતા જ રાષ્ટ્રગાન શરુ થયો અને આ સાથે જ મહાનગર પાલિકાકામાં વિપક્ષના દંડક હુસૈન હાલા વેલમાં ધસી ગયા હતા અને મેયર તથા ડેપ્યુટી મેયર સાથે ગેરવર્તન કર્યું. તેમનો આક્ષેપ હતો કે તેમની રજૂઆત શાંભળ્યા વિનાજ બોર્ડની બેઠક પૂરી કરી દેવાઈ.
જોકે રાષ્ટ્રગાનના અપમાન બદલ વિપક્ષના દંડક હુસૈન હાલાએ માફી માંગી લીધી, પણ આ કૃત્યથી દેશના ગૌરવને ચોક્કસ લાંછન લાગ્યું છે.
બીજા બાજુ ચાલુ રાષ્ટ્ર ગાને કૉંગ્રેસ નેતાની વર્તણુકને ભાજપે દુઃખદ ઘટના ગણાવી અને આરોપ લગાવ્યો કે આનાથી કૉંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે.
તમે પણ જુઓ Video :
[yop_poll id=934]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]