રાજસ્થાનના જોધપુરમાં CAAના સમર્થનમાં રેલી, ‘રાહુલ ગાંધીએ કાયદો ન વાંચ્યો હોય તો ઈટાલિયનમાં ટ્રાન્સલેશન મોકલીશ’

|

Jan 03, 2020 | 10:31 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના જોધપુર ખાતે જનસભાને સંબોધન કર્યુ હતું. નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં આ જનસભા યોજાઈ હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત નેતાઓને નિશાન બનાવ્યા હતા. અમિત શાહે એલાન કર્યું કે, જેને જેટલો પણ ભ્રમ ફેલાવો હોય ફેલાવી શકે છે. ભાજપ આ કાનૂન મુદ્દે એક ઈંચ પણ પાછળ હટશે […]

રાજસ્થાનના જોધપુરમાં CAAના સમર્થનમાં રેલી, રાહુલ ગાંધીએ કાયદો ન વાંચ્યો હોય તો ઈટાલિયનમાં ટ્રાન્સલેશન મોકલીશ

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના જોધપુર ખાતે જનસભાને સંબોધન કર્યુ હતું. નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં આ જનસભા યોજાઈ હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત નેતાઓને નિશાન બનાવ્યા હતા. અમિત શાહે એલાન કર્યું કે, જેને જેટલો પણ ભ્રમ ફેલાવો હોય ફેલાવી શકે છે. ભાજપ આ કાનૂન મુદ્દે એક ઈંચ પણ પાછળ હટશે નહીં.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાનમાં આરપારની જંગ! ટ્વીટર પર #WorldWar3 ટ્રેન્ડ થયું

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ, મમતા દીદી, સપા, બસપા, કેજરીવાલ એન્ડ કંપની તમામ આ કાનૂનનો વિરોધ કરી રહી રહ્યા છે. હું આ તમામને ચેલેન્જ આપું છું. કોઈપણ એવું સાબિત કરી બતાવે કે, CAAથી એકપણ લઘુમતિ સમૂદાયને નુકસાન થશે. અને જો રાહુલ બાબાએ કાયદો વાંચ્યો છે તો, મારી સાથે ચર્ચા કરવા આવી શકે છે. અને જો કાયદો વાંચ્યો નથી તો ઈટલી ભાષામાં પણ ટ્રાન્સલેશન મોકલવા તૈયાર છું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article