આજે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે હેમંત સોરેન, રાંચીમાં ભવ્ય આયોજન

|

Dec 29, 2019 | 2:58 AM

ઝારખંડમાં નવી બનેલી સરકાર આજે 11 વાગ્યે રાંચી ખાતે શપથ લેવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપને કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીના ગઠબંધનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ વધુ એક રાજ્ય ઝારખંડ ભાજપે ગુમાવી દીધું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

આજે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે હેમંત સોરેન, રાંચીમાં ભવ્ય આયોજન

Follow us on

ઝારખંડમાં નવી બનેલી સરકાર આજે 11 વાગ્યે રાંચી ખાતે શપથ લેવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપને કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીના ગઠબંધનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ વધુ એક રાજ્ય ઝારખંડ ભાજપે ગુમાવી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   VIDEO: સુરતના ભટાર વિસ્તારમાં કાર ચાલકે બે માસૂમ બાળકોને અડફેટે, બે વર્ષીય બાળકનું મોત

રાંચીના મોરહાબાદી મેદાન ખાતે આ શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્રોપદી મૂર્મુ દ્વારા હેમંત સોરેનને શપથ લેવડાવવામાં આવશે. આ આયોજન બપોરના 2 વાગ્યે કરવામાં આવ્યું છે અને આ શપથવિધિની સાથે જ હેમંત સોરેન રાજ્યના 11માં મુખ્યમંત્રી બની જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સોરેનના મુખ્યમંત્રી પદના શપથવિધિના પ્રસંગે અનેક દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ રાંચી શનિવારના રોજ જ પહોંચી ગયા હતા. હેમંત સોરેને તેમના આર્શિવાદ લીધા હતા. રાંચીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત આ શપથવિધિના લીધે ગોઠવી દેવાયો છે. પોલીસે મેદાનમાં પરમિશન વિના કોઈપણને આવવાની એન્ટ્રી નહીં અપાઈ તેવા આદેશ કર્યા છે. લોકોની ઓળખાણ સુરક્ષાના લીધે કરવામાં આવી રહી છે.

આ બાજુ હેમંત સોરેને રાજ્યની સવા 3 કરોડ જનતાને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં આવીને આ શપથવિધિનો ભાગ બને. આ સિવાય દેશભરમાંથી દિગ્ગજ નેતાઓ આ શપથવિધિ દરમિયાન રાંચી ખાતે હાજરી આપી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:56 am, Sun, 29 December 19

Next Article