હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામના ગેમ-ચેન્જર અને કિંગ-મેકર…જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

|

Oct 25, 2019 | 7:33 AM

હરિયાણાની ચૂંટણીના પણ પરિણામ સામે આવી રહ્યાં છે. ત્યારે JPPના અધ્યક્ષ દુષ્યંત ચોટાલાએ ખુશી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે હરિયાણા પણ પરિવર્તન ઈચ્છી રહ્યું છે. 11 મહિનાઓમાં અમને જે લોકો બાળકોની પાર્ટી કહી રહ્યાં હતા. આજે દિગ્ગજ નેતાઓને હારતા જોઈ પાર્ટીને વધુ મજબુતી મળી છે. હરિયાણામાં કિંગમેકર બનનારા જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ હજી પોતાના […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામના ગેમ-ચેન્જર અને કિંગ-મેકર...જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

Follow us on

હરિયાણાની ચૂંટણીના પણ પરિણામ સામે આવી રહ્યાં છે. ત્યારે JPPના અધ્યક્ષ દુષ્યંત ચોટાલાએ ખુશી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે હરિયાણા પણ પરિવર્તન ઈચ્છી રહ્યું છે. 11 મહિનાઓમાં અમને જે લોકો બાળકોની પાર્ટી કહી રહ્યાં હતા. આજે દિગ્ગજ નેતાઓને હારતા જોઈ પાર્ટીને વધુ મજબુતી મળી છે. હરિયાણામાં કિંગમેકર બનનારા જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ હજી પોતાના પત્તા ખોલ્યા નથી. પરંતુ જેજેપીને યુવાનોની પાર્ટી અને દંડા-ઝંડા વગરની પાર્ટી જેવા વિશેષણો આપનાર પર આકરા પ્રહાર કર્યા. દુષ્યંત ચૌટાલાએ જેજેપીના ધારાસભ્યો અને ટોચના નેતાઓની શુક્રવારે સવારે 11 કલાકે બેઠક બોલાવી છે.

દેશના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીના પ્રપૌત્ર દુષ્યંત ચૌટાલા હવે હરિયાણામાં કિંગ મેકર બની ગયા છે. દુષ્યંત ચૌટાલાએ નવી પાર્ટીની સ્થાપના ડિસેમ્બર 2018માં જ કરી હતી. જેનું નામ જનનાયક જનતા પાર્ટી રાખ્યું છે. JJPની સ્થાપના બાદ હરિયાણામાં વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે. જેમાં પણ તેમને 10 સીટ પર જીત મળી છે. તો બીજી તરફ એક પણ પાર્ટીને હરિયાણામાં બહુમત મળ્યું નથી. જેને લઈ સરકાર બનાવવા માટે ભાજપ કે કોંગ્રેસને JJPનો સાથ લેવો પડશે જ. જો કે દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે, ગઠબંધનમાં કઈ પાર્ટી સાથે જવું તેનો નિર્ણય તે પોતે નહીં પણ તેની પાર્ટીના સદસ્યો કરશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ પણ વાંચોઃ ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક

જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

2014માં દુષ્યંત ચૌટાલા દેશમાં સૌથી નાની ઉંમરના સાંસદ ચૂંટાયા હતા
ચૌધરી ભજનલાલના ગઢ કહેવાતા હિસારમાં રસાકસી વચ્ચે 4 લાખ 95 હજાર વોટથી ચૂંટાયા હતા
હરિયાણાના ઈતિહાસમાં સાંસદ તરીકે સૌથી વધુ પ્રશ્નોતરીમાં ભાગ લીધો છે
સાંસદ બન્યા બાદ દુષ્યંત ચૌટાલાએ LLM અને માસ કમ્યુનિકેશનની ડિગ્રી લીધી હતી
દેશના જિલ્લા સ્તરનું પાસપોર્ટ સેવા કેન્દ્ર હિસારમાં ખોલવ્યું
ઈનેલોમાંથી દુષ્યંત ચૌટાલા અને તેમના ભાઈને કાઢવામાં આવ્યા જે બાદ પોતાની પાર્ટીનું ગઠન કર્યું છે.

દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાની કેડર પણ દુષ્યંતની સાથે છે. જેને લઈ હરિયાણામાં રાજનીતિ માટે એક સમર્થન તેની પાસે છે. પણ ભાજપની લહેર વચ્ચે દુષ્યંતને તેના પિતાએ આપેલા ગુરુજ્ઞાનનો જ લાભ મળશે. 2018માં પાર્ટી બનાવ્યા બાદ JJPએ જીંદમાં પહેલી પેટાચૂંટણી લડી હતી. જે બાદ લોકસભા 2019માં પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અને હવે વિધાનસભાની તમામ 90 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે. જેમાંથી 10 ઉમેદવારોને જીત મળી છે. જો કે પેટાચૂંટણી અને લોકસભામાં દુષ્યંતને માત્ર ચૂંટણી લડવાનો અનુભવ હાથ લાગ્યો હતો. જીત નહીં.

કોંગ્રેસના બાગી પૂર્વ પ્રદેશાધ્યક્ષ ડૉ.અશોક તંવર JJPમાં જોડાયા તો નહીં પણ દુષ્યંત અને તેના મજબૂત ઉમેદવારોને સમર્થન કર્યું હતું. કોંગ્રેસ છોડ્યા પછી તંવર કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર હુડ્ડાને જવાબ આપવા માથે પાઘડી બાંધી લીધી હતી. કોંગ્રેસ છોડીને તેમણે કોંગ્રેસના જ ઉમેદવારોની વિરોધમાં પ્રચાર કર્યો હતો. જેથી દુષ્યંતની પાર્ટીને ફાયદો થઈ શકે.

દુષ્યંત અને દિગ્વિજય ચૌટાલાની જોડી યુવાનોમાં ઘણી લોકપ્રિય છે. ઈનેલો અને ચૌટાલા પરિવાર એકસાથે હતા ત્યારથી આ બંને ભાઈઓએ યુવાવિંગ અને પાર્ટીની કામગીરી કરી હતી. કોલેજના વિદ્યાર્થી અને યુવાઓમાં તેમનું વર્ચસ્વ છે.

Published On - 2:11 pm, Thu, 24 October 19

Next Article