યૂપીથી પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી છતાં કૉંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપ થયો વધુ મજબૂત, 13 ખાસ લોકોએ ધારણ કર્યો કેસરિયો ખેસ
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં કૉંગ્રેસને બહુ મોટો આંચકો લાગ્યો છે. અમેઠી લોકસભા મત વિસ્તાર હેઠળ આવતી જાયસ નગર પાલિકાના 13 અપક્ષ સભાસદોએ બુધવારે ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા પાર્ટીમાં સનસનાટી મચી ગઈ છે. Web Stories View more વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર […]

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં કૉંગ્રેસને બહુ મોટો આંચકો લાગ્યો છે.
અમેઠી લોકસભા મત વિસ્તાર હેઠળ આવતી જાયસ નગર પાલિકાના 13 અપક્ષ સભાસદોએ બુધવારે ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા પાર્ટીમાં સનસનાટી મચી ગઈ છે.
ઉત્તર પ્રદેશના સાયંસ એન્ડ ટેક્નોલૉજી પ્રધાન અને અમેઠીના પ્રભારી પ્રધાન મોહસિન રઝાની હાજરીમાં આ તમામ અપક્ષ સભાસદોએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું.
જાયસ પંથકના કંચાના મોહલ્લામાં યોજાયેલ એક કાર્યક્રમમાં 13 સભાસદોએ ભાજપમાં જોડાયાં. આ પ્રસંગે મોહસિન રઝાએ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા મોસમની મઝા લેવા માટે અમેઠી આવે છે. રાહુલ ફેલ થઈ ગયા છે. એટલે તે પોતાના પરિવારના છેલ્લા સભ્યને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO
મળતી માહિતી મુજબ ભાજપમાં જોડાનાર તમામ સભાસદો લઘુમતી સમાજમાંથી આવે છે. આ પ્રસંગે લઘુમતી સમાજના ઘણા મહિલા-પુરુષોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો.
નોંધનીય છે કે અમેઠી કૉંગ્રેસની પરંપરાગત બેઠક છે અને રાહુલ ગાંધી હાલમાં અહીંથી સાંસદ છે. એવામાં જાયસ નગર પાલિકાના 13 અપક્ષ સભાસદોએ ભાજપમાં જોડાઈ કૉંગ્રેસને મોટો આંચકો આપ્યો છે.
[yop_poll id=933]