ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં જોડાશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ મંત્રીએ કર્યો દાવો કે પાર્ટીમાં જોડાવા માટે ધોની સાથે વાતચીત ચાલી રહી છે

|

Jul 12, 2019 | 2:55 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટસમેન ગૌતમ ગંભીર પછી ભાજપની નજર મહેન્દ્ર સિંહ ધોની પર છે. ભાજપ ધોનીને પાર્ટીમાં સામેલ કરવા માટેના પ્રયત્ન કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની ઝડપી જ ક્રિકટમાંથી નિવૃતી લઈને ભાજપની સભ્યતા ગ્રહણ કરશે. તેમને કહ્યું કે આ સંબંધમાં […]

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં જોડાશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ મંત્રીએ કર્યો દાવો કે પાર્ટીમાં જોડાવા માટે ધોની સાથે વાતચીત ચાલી રહી છે
ફાઈલ ફોટો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટસમેન ગૌતમ ગંભીર પછી ભાજપની નજર મહેન્દ્ર સિંહ ધોની પર છે. ભાજપ ધોનીને પાર્ટીમાં સામેલ કરવા માટેના પ્રયત્ન કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની ઝડપી જ ક્રિકટમાંથી નિવૃતી લઈને ભાજપની સભ્યતા ગ્રહણ કરશે. તેમને કહ્યું કે આ સંબંધમાં ધોની સાથે ઘણી વાર મુલાકાત અને વાતચીત પણ થઈ ચૂકી છે.

ફાઈલ ફોટો

સંજય પાસવાને વાતચીત કરતા કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ દ્વારા દેશની ખુબ સેવા કરી છે. હવે તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લઈને સમાજ અને દેશની સેવા કરવા માટે રાજનીતિમાં આવવું જોઈએ. પાસવાને દાવો કર્યો કે ધોની સાથે આ વિશે ઘણી વાર વાતચીત થઈ ચૂકી છે. તે ધોનીના સતત સંપર્કમાં છે. તેમને વિશ્વાસ છે કે જલ્દી જ તે આ દિશમાં નિર્ણય કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જનસંપર્ક દ્વારા દેશની મહત્વપૂર્ણ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. આ અભિયાનને પાર્ટીએ ‘સંપર્ક ફોર સમર્થન’ નામ આપ્યુ હતું. આ અભિયાન હેઠળ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી, તેમને મોદી સરકારની સિદ્ધિઓ અને પાર્ટીના વિચારોની જાણકારી આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંજય પાસવાને કહ્યું કે ધોનીની સાથે સાથે તેમની નજર સમાજના અન્ય રોલ મોડલો પર પણ છે. રમત, ફિલ્મ જગત, શિક્ષા અને સાહિત્ય જગતથી જોડાયેલા લોકોને ભાજપમાં સામેલ કરવાનું અમારો હેતુ છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article