કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, આવતીકાલે સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, આવતીકાલે સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

ગત મહિનામાં કોંગ્રેસની અંદર જ વિરોધના સુર ઉઠ્યાં હતા. હવે કેસનો નિવેડો લાવવા માટે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આગળ આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે એટલે કે, 19 ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી સોનિયા કોંગ્રેસના અમુક નેતાઓને મળશે. જેમાં તેમની ફરિયાદ ઉપરાંત પાર્ટીની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં રાજ્ય અને […]

Utpal Patel

|

Dec 18, 2020 | 1:24 PM

ગત મહિનામાં કોંગ્રેસની અંદર જ વિરોધના સુર ઉઠ્યાં હતા. હવે કેસનો નિવેડો લાવવા માટે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આગળ આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે એટલે કે, 19 ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી સોનિયા કોંગ્રેસના અમુક નેતાઓને મળશે. જેમાં તેમની ફરિયાદ ઉપરાંત પાર્ટીની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તરના નેતાઓ સાથે ચર્ચા થશે. સોનિયા એવા નેતાઓને પણ મળશે, જેમણે પાર્ટીમાં રિફોર્મની વાત કહી હતી. મળતી માહિતી પ્રમાણે અહમદ પટેલના નિધન પછી એક પૂર્વ મુખ્યમંત્રી સોનિયાને મળ્યા હતા. તેમણે અંતિરમ અધ્યક્ષને પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરીને મુદ્દાનો નિવેડો લાવવાની અપીલ કરી હતી. પહેલા બેંચમાં જે નેતાઓને સોનિયા મળી શકે છે. તેમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના અધ્યક્ષ સામેલ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati