ગુજરાતમાં આમ આદમી પાટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લડશે

|

Dec 25, 2020 | 1:46 PM

ગુજરાત  માં આગામી સમયમાં  યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે  ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની  ચુંટણી આમ આદમી પાર્ટી  લડશે, ગુજરાત આમ આદમી પાટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે રાજ્યમાં  આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોની […]

ગુજરાતમાં આમ આદમી પાટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લડશે

Follow us on

ગુજરાત  માં આગામી સમયમાં  યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે  ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની  ચુંટણી આમ આદમી પાર્ટી  લડશે,

ગુજરાત આમ આદમી પાટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે રાજ્યમાં  આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોની પસંદગીને લઇને પણ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે.

પત્રકાર પરિષદને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આપનું ગુજરાત એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા લોકોના રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ ઉઠાવશે. જેની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પહેલેથી જ કામગીરી કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ફેબ્રુઆરી માસમાં યોજાવવાની શક્યતા છે.

 

આ અંગે આમ આદમી પાટી ગુજરાતના પદાધિકારીઑની એક બેઠક મળી હતી.  જેમાં પક્ષના અન્ય પદાધિકારીઑની નિમણૂક  કરવામાં આવી હતી. જેમાં ભેમાભાઈ ચૌધરીને ઉપ પ્રમુખ, જયદીપ પંડયાને જનરલ સેક્રેટરી  અને એમ. એમ. શેખ ને ખજાનચી તરીકે નિમવામા આવ્યા હતા, તેમજ અલગ અલગ વિસ્તારના ઓર્ગનાઈજ સેકેટરીની પણ  નિમણૂક કરવામાં આવી હતી

આ બેઠકમાં આપના એમએલએ અને ગુજરાતના ઇન્ચાર્જ ગુલાબ સિંહ યાદવ પણ  હાજર રહ્યા હતા

Next Article