Imran Khanની ઈજ્જતનાં ધજાગરા, પૂર્વ લેફટનન્ટે કહ્યું અમારા PM નક્કામાં અને નાલાયક, MODI સાથે તુલના શક્ય નથી

|

Feb 15, 2021 | 10:31 AM

Imran Khanની વિદેશ નીતિ પર સવાલો પહેલેથી જ ઉઠી રહ્યા છે અને તે વચ્ચે એક ટીવી ચેનલ પર જાહેરમાં બોલતા પૂર્વ લેફટનન્ટે કહી નાખ્યું કે ઈમરાન ખાન નક્કામા અને નાલાયક છે. જો કે આ અધિકારીએ જમાત ઉદ્દ દાવાનાં મુખ્યા હાફીઝ સઈદનો બચાવ કરતા નજરે પડ્યા. 

Imran Khanની ઈજ્જતનાં ધજાગરા, પૂર્વ લેફટનન્ટે કહ્યું અમારા PM નક્કામાં અને નાલાયક, MODI સાથે તુલના શક્ય નથી
Imran Khanની ઈજ્જતની ધજાગરા

Follow us on

 

એક સમયે પાકિસ્તાનનાં વડાપ્રધાન Imran Khanનાં પક્ષમાં રહેનારા અને બાલતા લશ્કરનાં પૂર્વ અધિકારીઓ પણ હવે ખુલીને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. Imran Khanની વિદેશ નીતિ પર સવાલો પહેલેથી જ ઉઠી રહ્યા છે અને તે વચ્ચે એક ટીવી ચેનલ પર જાહેરમાં બોલતા પૂર્વ લેફટનન્ટે કહી નાખ્યું કે ઈમરાન ખાન નક્કામા અને નાલાયક છે. જો કે આ અધિકારીએ જમાત ઉદ્દ દાવાનાં મુખ્યા હાફીઝ સઈદનો બચાવ કરતા નજરે પડ્યા.

અજમલ શોએબ પાકિસ્તાનમાં જાણીતું નામ છે કે જે દેશની મોટાભાગની ન્યૂઝ ચેનલમાં ડીફેન્સ એક્સપર્ટનાં રૂપમાં નજરે પડે છે. શોએબ પોતાની YouTube ચેનલ પણ ચલાવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સરકારનાં કામકાજ પર સવાલો ઉઠાવતા આ પૂર્વ લશ્કરી અધિકારીએ કહ્યું કે પાછલા વર્ષે અમેરીકાએ શકનાં આધારે હબીબ બેન્ક પર રોક લગાડી દીધી, તકલીફ દેશની અંદર છે. હબીબ બેન્ક અને બીજા સંગઠનો પર અમેરીકામાં કાર્યવાહી થાય છે આપણા દેશમાં કેમ નથી થતી? આપણે કેમ કોઈને સજા નથી આપી? આપણે એટલી ભુલો કરી છે કે જેને હિસાબ પણ આપી શકાય તેમ નથી.

શોએબે ઈમરાનનું નામ લીધા વગર તેને આડે હાથ લઈ લીધા. એક સવાલનાં જવાબમાં કહ્યું કે સચ્ચાઈ એ જ છે કે સત્તા એક નક્કામા અને નાલાયક માણસનાં હાથમાં છે, અથવા તો એમ કહી શકાય કે સત્તાને તેની ગુલામ બનાવી દેવાઈ છે. આખી દુનિયા આપણા દેશ માટે કામ કરી રહી છે અને આ સત્તા તે નાલાયક માટે કામ કરી રહી છે. લોકોને એ વિશ્વાસ અપાવવામાં લગાડી દીધા છે કે તે તેના વડાપ્રધાન છે. જે લીડર પોતાના દેશ માટે કામ કરે છે તેમના માટે જાતી કે કોઈ પર્સનલ એજન્ડા નથી હોતો. આવનારી પેઢી માટે તે કામ કરે છે. આપણી ડિપ્લોમસી ફ્લોપ છે કેમકે આપણા વઝીર એ આઝમને કશું ખબર નથી રહેતું, અને આવા માણસની તુલના ભારતનાં વડાપ્રધાન Nrendra Modi સાથે કરવી  શક્ય છે?

Next Article