IMAએ પતંજલિની કોરોનિલ પર ઉઠાવ્યા સવાલ, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પર લગાવ્યા આરોપ

|

Feb 23, 2021 | 11:58 AM

કોરોનાના ઈલાજ માટે લોન્ચ કરવામાં આવેલી બાબા રામદેવની આયુર્વેદિક દવા કોરોનીલ ફરી વિવાદમાં આવી છે. પતંજલિ દ્વારા તાજેતરમાં આ દવા લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દવાના ક્લિનીકલ ટ્રાયલ અને એની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે.

IMAએ પતંજલિની કોરોનિલ પર ઉઠાવ્યા સવાલ, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પર લગાવ્યા આરોપ

Follow us on

કોરોનાના ઈલાજ માટે લોન્ચ કરવામાં આવેલી બાબા રામદેવની આયુર્વેદિક દવા કોરોનીલ ફરી વિવાદમાં આવી છે. પતંજલિ દ્વારા તાજેતરમાં આ દવા લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દવાના ક્લિનીકલ ટ્રાયલ અને એની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પર નારાજગી વ્યક્ત કરી છે. IMAએ એમના પર ભારતીય ચિકિત્સા પરિષદના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે અને ઘણા સવાલ પૂછ્યા છે. આ ઉપરાંત કોરોનીલને ગેરમાર્ગે દોરવાવાળી દવા ગણાવી છે.

 

એસોસિએશનના સેક્રેટરી જનરલ ડૉ.જયેશ એમ. લેલેએ જણાવ્યું હતું કે “ડો.હર્ષવર્ધન સહિતના બે કેન્દ્રીય પ્રધાનો ખાનગી કંપનીની આયુર્વેદિક દવાને લોન્ચ કરવા માટે હાજર હતા. તે પ્રોગ્રામમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ દાવાને પ્રમાણિત કરી છે. ડબ્લ્યુએચઓએ આ બાદ જણાવ્યું હતું કે આવું કોઈ પ્રમાણપત્ર આપ્યું નથી, તેમજ WHOનું આવું પ્રમાણપત્ર તબીબી વિશ્વમાં અસ્તિત્વમાં નથી. તેના માટે કેટલાક ધોરણો છે. આ લોકોને ગેરમાર્ગે દોરવાની દવા છે. આ દવા રોગને મટાડવાની જગ્યાએ વધારશે.”

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

ડબ્લ્યુએચઓની દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક કચેરીએ પણ તેના ટ્વિટર હેન્ડલમાં ત્રણ દિવસ પહેલા જ ટ્વિટ કર્યું હતું કે ડબ્લ્યુએચઓએ કોઈપણ પરંપરાગત દવાઓની સમીક્ષા કરી નથી અને ન તો તેણે કોઈ પ્રમાણિત પત્ર જારી કર્યું છે. તેણે કહ્યું કે ડો. હર્ષવર્ધન પોતે ડોક્ટર છે, એમસીઆઈમાં નોંધાયેલા છે. તેથી ડ્રગ અને કોસ્મેટિક એક્ટ હેઠળ કોઈ પણ દવાને પ્રોત્સાહન આપી શકે નહીં. તેમણે કહ્યું કે આ દવાને લોન્ચ કરવા આયોજિત કાર્યક્રમમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોરોનાની સારવારમાં તેમજ સંરક્ષણમાં અસરકારક છે. આવી સ્થિતિમાં લોકો રસી લેશે નહીં. આ રસીકરણ અભિયાનને અસર કરી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવવું જોઈએ કે આ દવાનું ક્યારે અને કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. સંપૂર્ણ પુરાવા લોકો સામે રાખવા જોઈએ.

 

આ પણ વાંચો: કોરોનાએ માથું ઉચક્યું, તો રાજ્યો વચ્ચેની દીવાલો ઉંચી થઇ, જાણો આવન જાવનમાં શું આવ્યા ફેરફાર

Next Article