ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?

જે સફાઈ કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદન કરે છે. તેમને જ સફાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પુરતા સાધન પણ આપતુ નથી. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમમાં સાબિત થઈ છે. ગુજરાત ભાજપે અમદાવાદના અમરાઈવાડીમાંથી સેવા સપ્તાહ કાર્યક્રમની શરુઆત કરી પણ અહી જ દેખાયુ કે નેતાઓએ મોંઘા હાથ મોજા […]

ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 14, 2019 | 9:03 AM

જે સફાઈ કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદન કરે છે. તેમને જ સફાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પુરતા સાધન પણ આપતુ નથી. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમમાં સાબિત થઈ છે. ગુજરાત ભાજપે અમદાવાદના અમરાઈવાડીમાંથી સેવા સપ્તાહ કાર્યક્રમની શરુઆત કરી પણ અહી જ દેખાયુ કે નેતાઓએ મોંઘા હાથ મોજા લગાવીને સફાઈ કરી તો સામે સફાઈ કામદારો વગર સાધને જ સફાઈ કરતા જોવા મળ્યા. જેના કારણે આ કાર્યક્રમ વિપક્ષના નિશાને આવી ગયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ભાજપ દેશભરમાં સેવા સપ્તાહ કાર્યક્રમ કરી રહી છે, ગુજરાત પ્રદેશના ભાજપના નેતાઓએ પણ મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ અને સફાઈના અભિયાનની શરુઆત અમદાવાદના વિધાનસભા બેઠકથી કરી. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, સાસંદ કિરીટ સોલંકી, હસમુખ પટેલ તથા શહેરના અનેક ધારાસભ્યો હાજર રહ્યા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા મેડિકલ કેમ્પ થયો, ત્યારબાદ સફાઈ માટે નેતાઓ માટે સફાઈના સાધનો હાજર, મોઢા ઉપર લગાવવાનું માસ્ક, હાથમાં મોંઘા મોજા અને ઝાડુ પછી શું તમામ નેતાઓ ઝાડુ લઈને સફાઈ કરવાની કામગીરી શરુ કરી નાખી. આ દૃશ્યો કોઈ પણ નેતાઓ પ્રત્યે આદર ભાવ જન્માવી દે પણ જે ઘટના ઘટી તેનાથી લાગ્યુ કે આ નાટક કે દેખાડો માત્ર સાબિત થયુ.

જે સ્થળે નેતાઓ સફાઈ કરી રહ્યા હતા, તેમનાથી 5 મીટર દુર મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) સફાઈ કર્મચારીઓ રસ્તામાં ફેલાયેલી ગંદકીને સાફ કરી રહ્યા હતા. તમને થશે કે એમાં નવાઈ શું પણ આ કર્મચારીઓ પાસે ન તો હાથમાં પહેરવાના મોંઘા મોજા હતા, ન તો મોઢા ઉપર લગાવવા માટે માસ્ક, જ્યારે આ સફાઈ કર્મચારીઓને પુછવામાં આવ્યુ કે શું કોર્પોરેશન તમને આવા હાથમોજા કે માસ્ક આપે છે, તો જવાબ હતો ના. આમ મહત્તમ સફાઈ કર્મચારીઓ હવે કોન્ટ્રાક્ટ ઉપર હોવાથી તેમને આવા બચાવ માટેના સાધનો અપાતા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કાર્યક્રમમાં ભાજપના સાસંદ કિરીટ સોલંકી પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યુ કે આ કાર્યક્રમ ભાજપે આયોજિત કર્યો હતો, મોટા નેતાઓને આ અંગે ખ્યાલ ન હોય,સ્થાનિક સંગઠન કાર્યક્રમ આયોજિત કરતુ હોય છે. સફાઈ કર્મચારીઓ માટે કોર્પોરેશન તમામ પ્રકારના સાધનો આપે છે. સમય મુજબ તેમના સ્વાસ્થયની ચકાસણી પણ થતી હોય છે.

જ્યારે કોંગ્રેસના નેતા સુનીલ ઝીકારે જણાવ્યું કે માત્ર અમદાવાદ જ નહી સમગ્ર ગુજરાતમાં સફાઈ કામદારોની હાલત ખરાબ છે, ન તો રાજ્ય સરકાર તેમના પર ધ્યાન આપે છે, ન ભાજપ શાષિત મ્યુનિસિપલ કોર્પોરેશનો સફાઈ કામદારોની કાળજી લે છે, અનેક વખત તો યોગ્ય સાધનો વગર ગટરની સફાઈ કરતા સફાઈ કામદારોનું મોત થાય છે, ત્યારે માત્ર વળતર આપીને સત્તા પક્ષ છુટી જાય છે, જે યોગ્ય ન ગણી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સફાઈ કામદારો માટે કામ કરતા માર્ટીન મેકવાને કહ્યું કે દર વર્ષે સફાઈ કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન અકસ્માતનો ભોગ બને છે, કેટલાક તો મૃત્યુ પણ પામે છે, પણ આમાં કોંગ્રેસ હોય કે ભાજપ બન્ને પક્ષો એક બીજા ઉપર દોષારોપણ કરે છે પણ કોઈને સફાઈ કામદારો માટે સંવેદનશીલતા નથી,સફાઈ કામ માટે સુપ્રિમ કોર્ટના નિયમ પ્રમાણે જે સાધનો આપવા જોઇએ તે પણ આપવામાં આવતા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">