હું ધારૂં તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો, કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો: અલ્પેશ ઠાકોર, VIDEO થયો VIRAL

|

Oct 15, 2019 | 5:09 AM

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો ચૂંટણી સભા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અલ્પેશ ઠાકોરે ભૂતકાળને વાગોળતા કૉંગ્રેસ પાર્ટીમાં તેમનું કેટલું ઉપજતું હતું તેના ગુણગાન ગાયા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો, કૉંગ્રેસમાં હું ધારું તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો. કૉંગ્રેસમાં આમ જોવા જઇએ તો રાધનપુર વિસ્તારનો હું […]

હું ધારૂં તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો, કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો: અલ્પેશ ઠાકોર, VIDEO થયો VIRAL

Follow us on

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો ચૂંટણી સભા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અલ્પેશ ઠાકોરે ભૂતકાળને વાગોળતા કૉંગ્રેસ પાર્ટીમાં તેમનું કેટલું ઉપજતું હતું તેના ગુણગાન ગાયા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો, કૉંગ્રેસમાં હું ધારું તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો.

કૉંગ્રેસમાં આમ જોવા જઇએ તો રાધનપુર વિસ્તારનો હું રાજા હતો. હાલ જે ચૂંટણી લડે છે તે બધાને ગત વખતે મેં જ ટિકિટ આપી હોવાનો અલ્પેશે દાવો કર્યો. જો કે અલ્પેશ ઠાકોરના વાયરલ વીડિયોથી પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ સામે સવાલ ઊભા થયા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઠાકોર સેનાનો ચહેરો બનેલો અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં જોડાયો, ત્યારે રાહુલ ગાંધીએ તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ પરપ્રાંતિયના હુમલાની ઘટનામાં તેનું નામ ઉડ્યું. ત્યારબાદ કોંગ્રેસમાં તેનું વજન ઓછું થવા લાગ્યું. તેની પાસેથી બિહાર પ્રભારીનું પદ પણ છિનવાઈ ગયું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસમાં તેનું ઉપજતું ઓછું થઈ ગયું. કોંગ્રેસના સંગઠનમાં પણ તેને કોઈ ખાસ સ્થાન ન અપાયું. આમ કોંગ્રેસમાં રાજકીય મહત્વકાંક્ષા સાથે આવેલા અલ્પેશે પોતાની રાજકીય કારકિર્દીને નવી દિશા આપવા ભાજપમાં પક્ષ પલટો કર્યો હોવાની ચર્ચા થઇ રહી છે. હાલ તે રાધનપુરથી પેટાચૂંટણી લડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article